• નાગપુરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પૂર જેવી સ્થિતિ, 140 લોકોનું રેસ્ક્યુ
    રાષ્ટ્રીય 23-9-2023 12:19 PM
    • MP-રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ
    નવી દિલ્હી

    જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ અને રાજસ્થાનથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ થઈ રહ્યો છે. ગુરુવારથી સતત વરસાદને કારણે નાગપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. શનિવારે NDRFની ટીમે અંબાઝારી તળાવ વિસ્તારમાંથી 140 લોકોને બચાવ્યા હતા. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 140 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે સેનાની બે ટુકડીઓ પણ પહોંચી રહી છે. બિહારના 4 જિલ્લામાં આજે વરસાદ માટે રેડ એલર્ટ છે. સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી છે. 24 સપ્ટેમ્બર બાદ હવામાનમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.