• મહેસાણા-પાટણને જોડતી 4 સ્પેશિયલ ટ્રેન રદ્દ કરાઈ- યાત્રીઓને મુશ્કેલી
    ગુજરાત 7-1-2023 09:32 AM
    • રેલવેની કામગીરીને લઈને 9થી 22 જાન્યુઆરી સુધી ટ્રેનો રદ્દ કરાઇ
    • મહેસાણા-વિરમગામ, સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન રદ્દ
    • રેલવેની કામગીરી પૂર્ણ થયા બાદ પુનઃ શરૂ કરાશે ટ્રેન 
    મહેસાણા

    મહેસાણા-પાટણ વચ્ચે દોડતી ચાર પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવતા મોટી સંખ્યામાં યાત્રીઓને મુશ્કેલી નડી રહી છે. ચોક્કસ કારણોસર રેલવે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    મહેસાણા-વિરમગામ, સાબરમતી -પાટણ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. મહેસાણા-પાટણને જોડતી ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે .પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, જગુદણ- મહેસાણા વચ્ચે રેલલાઇન અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે 4 પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મહેસાણા- પાટણ, પાટણ-મહેસાણા, મહેસાણા-વિરમગામ અને સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે. રેલવેની કામગીરી પૂર્ણ થયા બાદ આ ટ્રેનોને ફરી રાબેતા મુજબ દોડાવવામાં આવશે.

    મોટી સંખ્યામાં યાત્રીઓ ટ્રેનો રદ કરવામાં આવ્યા બાદ 22મી જાન્યુઆરી સુધી હેરાન પરેશાન થાય તેવી વકી છે. તેમને પરિવહનના બીજા વિકલ્પનો ઉપયોગ કરવો પડશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!