•  સરદાર સરોવર ડેમનાં 5 દરવાજા ખોલાયા, સહેલાણીઓ ઊમટ્યા
    મુખ્ય શહેર 12-8-2022 03:13 PM
    કેવડિયા

     મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના પગલે સતત થઈ રહેલી પાણીની આવકથી નર્મદા ખાતે આવેલા સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. સિઝનમાં પ્રથમ વખત ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી સહેલાણીઓ ઊમટી પડ્યાં હતા.

    નર્મદા બંધની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક ૨૩૨૨૦૮ ક્યુસેક અને જાવક ૪૯૪૮૭ ક્યુસેક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા નર્મદા બંધના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં તબક્કાવાર ૧૦ હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને ચેતવી દેવાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાનો લોકોને સાવધ કરાયા છે. જોકે નર્મદા ડેમ પર આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદીત થયા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!