• ટૂંક સમયમાં દુબઈમાં કાર ડિટેલિંગ સ્ટુડિયોની શરૂઆત કરીશઃ હર્ષ તન્ના 
    સક્સેસ સ્ટોરી 24-3-2022 09:53 AM
    • ભારતમાં માત્ર અમે જ એક ખાનગી જેટ એરક્રાફટનું સીરામીક કોટીંગ કર્યું હતું
    • છેલ્લા 11 વર્ષમાં અમે 20 હજારથી વધારે અવનવી કાર્સનું ડીટેલિંગ કર્યું છે  
    અમદાવાદ

    હું ટૂંક સમયમાં દુબઈમાં કાર ડિટેલિંગ સ્ટુડિયોની શરૂઆત કરવા માંગુ છું એવું H2O કાર્ઝસ્પાના ઓનર હર્ષ તન્નાએ જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં હર્ષ તન્નાએ જણાવ્યું હતું કે મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને વર્ષ 2002થી હું અમદાવાદમાં સ્થાયી થયો છું. હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. મને કાર્સનું પેશન હોવાથી મેં પહેલેથી જ કારને લગતું કંઈક કરવાનો નિર્ણય લીધો હતો. 21 વર્ષની વયે મેં મારો પોતાનો કાર ડિટેલિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. મેં ડ્રાઇવ ઇન રોડ પર H2O કાર્ઝસ્પાની શરૂઆત કરી હતી. અત્રે અમે જૂની કારને સીરામિક કોટીંગ કરીને બિલકુલ નવી કાર બનાવી દઈએ છીએ. 11 વર્ષ પહેલા કાર ડીટેલિંગનો વ્યવસાય ઘણો નવો જ હતો કારણ કે લોકોને ખબર નહોતી કે કાર ડીટેલિંગ શું હોય છે. એ વખતે અમદાવાદમાં કાર ડીટેલિંગની શરૂઆત કરનાર અમે કદાચ પ્રથમ હતા. 
    તેમણે જણાવ્યું કે 11 વર્ષ પહેલા મેં પ્રથમ જે કારનું ડીટેલિંગ કર્યું હતું તે સ્કોડા ઓકટાવિયા હતી અને હું ગર્વ સાથે કહું છું કે આજ સુધીમાં અમે 20 હજારથી વધુ કાર્સનું ડીટેલિંગ કર્યું છે જેમાં ટાટા નેનોથી બીએમડબ્લુ, લેમ્બોર્ગીની, ફેરારી, રોલ્સ રોયસ, બેન્ટલી અને જવલ્લે જ જોવા મળતી મેક્લેરેન 570નો સમાવેશ થાય છે. મेક્લેરેન 570ને સીરામીક કોટીંગ કરવા માટે અમે ખાસ કોલકાતા ગયા હતા. 

    સીરામીક કોટીંગ કારની બહારની બાજુએ પેઇન્ટ ઉપર કરવામાં આવે છે. આવું કરાવવાથી સફાઈ સરળ બને છે, ચમક જળવાઈ રહે છે અને જો કોઈ માઇનર સ્ક્રેચીસ હોય તો તે દેખાતા નથી. સીરામીક કોટીંગનો ખર્ચ રૂ.2500થી 35000 સુધીનો થાય છે અને પીપીએફ કરાવાનો ખર્ચ અંદાજે રૂ.1.50 લાખ જેટલો આવે છે. અમે ત્રણ પ્રકારનું સીરામીક કોટીંગ કરીએ છીએ જેમાં 3,5 અને 7 વર્ષની વોરંટી આપવામાં આવે છે. 

    મારી સૌથી મોટી સફળતા એ છે કે ભારતમાં માત્ર અમે જ એક ખાનગી જેટ એરક્રાફટનું સીરામીક કોટીંગ કર્યું હતું. 130 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં આ સિદ્ધિ મેળવતા હું ખાસ લાગણી અનુભવું છું. નેટવર્કીંગ ઓર્ગેનાઇઝેશન બીએનઆઈની મદદથી મને આ કામ કરવાની તક મળી હતી. 

    H2O કાર્ઝસ્પા ખાતે અમે અમારા ક્લાયન્ટસને શ્રેષ્ઠ સેવા આપવામાં માનીએ છીએ અને આ જ અમારી યુએસપી છે. હમેંશા અદ્યતન ટેકનોલોજી અને પ્રોડકટસનો ઉપયોગ કરીને અમે ક્લાયન્ટસને બેસ્ટ પરિણામ આપીને માર્કેટમાં કાયમ એક કદમ આગળ રહીએ છીએ. ભારતમાં બેસ્ટ કાર ડીટેલિંગ સ્ટુડિયો બનાવવાનું અમારું આયોજન છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!