• આજે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 13 રાજ્યોનાં 638 સ્પર્ધકો ભાગ લેશે
    ગુજરાત 4-2-2023 10:31 AM
    જુનાગઢ

    આવતીકાલે 5 ફેબ્રુઆરીને રવિવારની સવારે રાજયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે જેમાં દેશના 13 રાજયોમાંથી 638 સ્પર્ધકોનું રજીસ્ટેશન થવા પામ્યું છે. સીનીયર ભાઈઓમાં 309, જુનીયર ભાઈઓમાં 131 સીનીયર બહેનોમાં 112 જુનીયર બહેનોમાં 86નું રજીસ્ટેશન થવા પામ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે સંખ્યા વધી છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતના 180 બિહારમાંથી 168 દીવમાંથી 100 હરિયાણામાંથી 75 ઉતરપ્રદેશમાંથી 29, રાજસ્થાનમાંથી 20, મહારાષ્ટ્રમાંથી 22 મદ્યપ્રદેશમાંથી 23, જમ્મુ કાશ્મીરમાંથી 15 કેરળ અને દમણમાંથી એક એક સ્પર્ધકોનું રજીસ્ટેશન થવા પામ્યું છે. હાલ ગુજરાત બિહાર સહિતના સ્પર્ધકોને ગિરનારના પગથીયા ઉપર પ્રેકટીસ કરી હતી.

    આવતીકાલે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની શરૂ થનાર હોય જેથી સ્પર્ધકોને ખલેલ ન પહોંચે તે માટે યાત્રીકો સહિતનાઓને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આજે રાત્રીના 12 કલાક બાદ બપોરના 12 કલાક સુધી ગિરનાર તળેટીથી માં અંબાજીના સીડીના પગથીયા ઉપર સ્પર્ધકો સીવાય અન્ય વ્યકિતઓ યાત્રીકોને જવા આવવાની મનાઈ પ્રતિબંધ લાવામાં આવ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!