મુંબઈ
દેશમાં રોકાણકારો અને ટ્રેડર્સ વચ્ચે વધારે વળતર મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. સ્ટોક માર્કેટના 67 ટકા રોકાણકારો બેન્ચમાર્ક માર્કેટ ઇન્ડેક્સથી વધુ રિટર્ન મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે એવો ખુલાસો ભારતીય મૂડીબજારો અને રોકાણકારના અભિગમ પર થયેલા એક સર્વેમાં થયો છે. વર્તમાન વોલેટાઈલ ટ્રેન્ડમાં મોટા ભાગના ભારતીય રોકાણકારો અને ટ્રેડર્સ બેન્ચમાર્ક જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી. આ માટે વિવિધ પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમ કે – ટ્રેડિંગ સિસ્ટમનો અભાવ, પર્ફોર્મન્સની ખામીયુક્ત આકારણી, લાલચ અને ડરના સમયમાં લાગણીથી ટ્રેડિંગ કરવું, ટિપ્સ અને ઇન્ફ્લુએન્સર્સ પર આધાર રાખવો, અતિશય ઉપયોગ વગેરે. ઉપરોક્ત પડકારોનો સફળતાપૂર્વક સામાનો કરવા ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કોએ રોકાણકારો અને ટ્રેડર્સને રાષ્ટ્રવ્યાપી ‘મિશન – એસ ધ ઇન્ડેક્સ’માં સહભાગી થવાની અપીલ કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય વચ્ચે વધારે વળતર મેળવવાની કાર્યશૈલી ઊભી કરવાનો છે.
સેમ્કોએ પ્રથમ પ્રકારનો ભારતીય મૂડીબજારો અને રોકાણકારના અભિગમનો સર્વે વિશ્વમાં અગ્રણી કન્ઝ્યુમર ઇનસાઇટ્સ, ડેટા એન્ડ એનાલીટિક્સ કંપની નીલ્સન સાથે હાથ ધર્યો હતો. આ સર્વે 10 મુખ્ય શહેરોમાં થયો હતો, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગાલુરુ, પૂણે, સુરત, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ અને જયપુર સામેલ હતા. આ શહેરોમાં 24થી 45 વર્ષની વયજૂથનાં આશરે 2,000 રોકાણકારો અને ટ્રેડર્સ સર્વેમાં સામેલ થયા હતા. અભ્યાસમાં કેટલાંક રસપ્રદ તારણોનો ખુલાસો થયો છેઃ
સરવેમાં સામે આવેલ મહત્વની વાત
67% સ્ટોક માર્કેટના સહભાગીઓ બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી
65% રોકાણકારોને તેમના સ્ટોક માર્કેટના ચોક્કસ વળતરની જાણકારી પણ નથી
77% રોકાણકારોને એ પણ ખબર નથી કે, તેમણે બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર સતત મેળવવાની જરૂર છે.
50% રોકાણકારોને બેન્ચમાર્ક કરતાં વધુ રિટર્ન મેળવવાની રીત ખબર નથી
50%થી વધારે રોકાણકારોને વધારે વળતર કેવી રીતે મેળવવું એની જાણકારી નથી
શેરબજારમાં રોકાણ કરતાં મર્યાદિત 23% રોકાણકારોને ખબર છે કે, તેમને બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર મેળવવાની જરૂર છે; 50%થી વધારે રોકાણકારો બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર કેવી રીતે મેળવવું એની જાણકારી નથી. 63% રોકાણકારો ઈન્ડેક્સ કરતાં વધારે વળતર મેળવવાનો લક્ષ્યાંક કે કોઈ યોજના ધરાવતા નથી. આ અંગે સેમ્કોના સ્થાપક અને સીઇઓ જિમીત મોદીએ કહ્યું હતું કે, “અમારો લક્ષ્યાંક બજારથી વધારે વળતર મેળવાની કામગીરી ઊભી કરવાનો છે અને હવે અમે મિશન – એસ ધ ઇન્ડેક્સ શરૂ કર્યું છે. સ્ટોક માર્કેટમાં વ્યક્તિગત સહભાગીઓએ એવી રીતે તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સનું સંચાલન કરવું જોઈએ, જેમાં તેઓ સતત બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર આપે.નહીં તો તેમણે સક્રિય ટ્રેડિંગ બંધ કરવું જોઈએ, કારણ કે તેઓ ઇન્ડેક્સ ફંડ કે પ્રોફેશનલ ફંડ મેનેજરની મદદ મેળવીને રોકાણ કરીને વધારે સારાં નાણાકીય પરિણામો મેળવી શકે છે.
સેબીએ 1 એપ્રિલથી પીએમએસ માટે ભલામણ કરી
“રોકાણલક્ષી કામગીરીનું મૂલ્યાંકન, રિપોર્ટિંગ અને બેન્ચમાર્કિંગ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રમાણમાં સારી રીતે થાય છે. સેબીએ 1 એપ્રિલથી પીએમએસ માટે આની ભલામણ પણ કરી છે. જોકે રોકાણલક્ષી કામગીરીનું મૂલ્યાંકન વ્યક્તિગત રિટેલ રોકાણકારો વચ્ચે પ્રમાણમાં નબળું છે, ભલે તેઓ તેમના પોતાના મની મેનેજર્સ ધરાવતા હોય. આ સમસ્યાનું સમાધાન કરવા અમને વેબ અને એપ પર સ્ટોક માર્કેટના સહભાગીઓને તેમની શ્રેષ્ઠ નાણાકીય કામગીરી મેળવવા અમારું અત્યાધુનિક કેપિટલ રિસોર્સ પ્લાનિંગ (સીઆરપી) પ્લેટફોર્મ પ્રસ્તુત કરવાની ખુશી છે.