• એર વિસ્ટારા પર 70 લાખ રૂપિયાનો દંડ
    રાષ્ટ્રીય 6-2-2023 10:58 AM
    ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરવિસ્ટારને મોટો ઝાટકો આપ્યો છે. વિસ્ટારા પર 70 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જોકે આ દંડ તેને પૂર્વોત્તર ક્ષેત્રમાં ઓછી સેવાવાળા ક્ષેત્રો માટે ફરજિયાત ફ્લાઈટોની લઘુત્તમ સંખ્યાનું સંચાલન ન કરવા બદલ ફટકારાયો હતો. માહિતી અનુસાર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં એપ્રિલ 2022માં નિયમોનું પાલન નહીં કરવા અંગે ફટકારાયો હતો. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું કે એરલાઇન્સ પહેલાથી જ આ દંડની ચૂકવણી કરી ચૂકી છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં વિસ્ટારાના એક પ્રવક્તાએ કહ્યું કે વિસ્ટારા ગત અમુક વર્ષોથી આરડીજી(રુટ ડિસ્પર્સલ ગાઈડલાઈન) નું પાલન કરી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!