• ઇ-કોમર્સ, રિટેલ, લોજિસ્ટિક્સ સેક્ટર્સમાં ભરતીમાં 73%નો વધારો
    વ્યાપાર 1-12-2022 09:09 AM
    મુંબઇ

     દેશમાં ઓગસ્ટ-ઑક્ટોબરની તહેવારની સીઝન દરમિયાન હાયરિંગ એક્ટિવિટીમાં 73%ની વૃદ્વિ જોવા મળી છે. ખાસ કરીને ઇ-કોમર્સ, રિટેલ, લોજિસ્ટિક્સ અને BFSI સેક્ટર્સમાં સૌથી વધુ ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2021ની તુલનાએ તેમાં 73 ટકાનો વધારો જોવા મળ્યો છે.  ક્વેસ કોર્પના ડેટા અનુસાર ઓગસ્ટ-ઓક્ટોબર દરમિયાન કુલ 1,00,000ના ઓર્ડર બૂક થયા હતા. તદુપરાંત વધતી માંગને પહોંચી વળવા માટે ઇ-કોમર્સ, લોજિસ્ટિક્સ, રિટેલ અને બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) સેક્ટરમાં ભરતી માટેના પ્રયાસો વધારવામાં આવ્યા હતા.  

    કોવિડ-19ની અસર બાદ ગત વર્ષે વેચાણમાં રિકવરી જોવા મળી છે. આ વર્ષના તહેવારોનો મોસમ અર્થતંત્રમાં ગ્રોથ માટેનો મહત્વપૂર્ણ સૂચકાંક સાબિત થયો છે અને તેને કારણે કેટલાક ઉદ્યોગોમાં નોકરીની માંગમાં વધારો થયો છે. આ તહેવારોની મોસમ દરમિયાન ખાસ કરીને પિકર, પેકર, હેલ્પર, સેલ્સ પ્રમોટર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને પ્રોડક્શન ટ્રેઇની જેવી પોસ્ટ પર ભરતીમાં વાર્ષિક ધોરણે 39 ટકાનો વધારો થયો હતો. તહેવારોની મોસમ દરમિયાન એમેઝોન, મિંત્રા, ફ્લિપકાર્ટ અને અન્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકો માટે અનેકવિધ ઑફર્સ લોન્ચ કરે છે. જેને કારણે વેબસાઇટ પર વધુ ટ્રેકશન જોવા મળે છે. જેના પરિણામે ડિલીવરી માટેની માંગમાં સુધારો થાય છે. ક્વેસ સ્ટાફિંગ રિપોર્ટ તેના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022 દરમિયાનના તેની સાઇટ પર ઉપલબ્ધ ડેટાને આધારિત છે.  

    કોરોના મહામારીની અસરમાંથી રિકવરી
    કોરોના મહામારીની અસરમાંથી હવે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે ત્યારે ઇ-કોમર્સમાં મોટા પાયે ભરતી થઇ રહી છે અને રિટેલ સેક્ટર્સમાં પણ રિકવરી છે. લોકો તેની રોજીંદી જરૂરિયાતો માટે પ્રોડક્ટ્સ, કપડાં અને સેવાની ખરીદી કરી રહ્યાં છે. હોસ્પિટાલિટી, ઓટોમોબાઇલ, ટેલિકોમ સેગમેન્ટ્સમાં પણ મોટા પાયે કર્મચારીઓની જરૂરિયાત જણાઇ રહી છે.  


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!