• ગુજરાતમાં એરસ્ટ્રીટ નિર્માણમાં 93.73 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો

    ગુજરાત 23-3-2023 01:09 PM
    • નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટ નિર્માણ કરાશે

    ગાંધીનગર

    ગુજરાત સરકારે વિધાનસભામાં માહિતી આપતા કહ્યું છે કે રાજ્યમાં એરસ્ટ્રીટના નિર્માણમાં 93.73 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ મુજબની માહિતી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં કેટલી જગ્યાએ એરસ્ટ્રીટ નિર્માણ પામશે અને અત્યાર સુધીમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. 

    આ સવાલનો લેખિતમાં જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે,રાજ્યમાં મોરબી અંબાજી,ધોળાવીરા,પ્રસોલી,બગોદરા,દ્વારકા,દહેજ,પાલીતાણાઅંકલેશ્વર,રાજપીપળા, વણોદ અને માંડવી ખાતે એરસ્ટ્રીટ નિર્માણ પામશે. રાજ્યમાં એરસ્ટ્રીટ બનાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કર્યો છે. હાલમાં રાજકોટમાં હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટ નિર્માણ પામશે. આ માટે ટેન્ડરની કામગીરી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલનો સરકારે આ જવાબ આપ્યો હતો
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!