• વડોદરામાં ભગવાન શિવની 111 ફૂટની પ્રતિમાં ખુલ્લી મુકાઇ
    મુખ્ય શહેર 16-2-2023 09:34 AM
    • પ્રતિમા ફૂલી મુકાતા શ્રદ્ધાળુઓ ઉંમટી પડ્યા
    વડોદરા

    વડોદરામાં ભગવાન શિવની 111 ફૂટની સુવર્ણ જડિત પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકી દેવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શિવરાત્રી પહેલા જ અનાવરણ થતા દર્શન માટે લોકો પહોંચી રહ્યા છે. વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવની મધ્યમાં સ્થાપિત રાજસ્થાનના લાલ પથ્થરોથી નિર્મિત 111 ફૂટની ભગવાન શિવજીની પ્રતિમાને સુવર્ણથી મઢવાનું કાર્ય ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયું .આજે શિવજીની પ્રતિમા પરનું આવરણ હટાવી દેવામાં આવતા સુવર્ણ જડિત ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શન થયા હતા. આ દર્શનનો લાભ લેવા માટે શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. શિવજીની પ્રતિમાનું સ્થાપન કરનાર અને સુવર્ણ થી જડવાનું કાર્ય કરનાર સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે સાડા સાત કરોડના ખર્ચે સુવર્ણ જડિત પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રતિમાને પક્ષીઓથી બચાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવી છે. ઉપરાંત બે ગેસ ગન પણ લગાડવામાં આવી છે આ ગન થી સમયાંતરે ધડાકા થતા રહેશે. એટલે પક્ષીઓ નજીક નહીં આવે બે દિવસ પછી શિવરાત્રી છે અને દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ શિવજી કી સવારી ધામધૂમથી નીકળશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!