• ડીસાની જનતાને મોટી ભેટ, દ્વારકા જવા માટે નવી ટ્રેન શરૂ
    ગુજરાત 9-1-2023 09:40 AM
    • ડીસાના શ્રદ્ધાળુઓને દ્વારકાધીશનાં દર્શન માટે જવુ બન્યુ સરળ
    ડીસા

    ડીસાનાં શ્રદ્ધાળુઓને મોટી ભેટ રેલવે દ્વારા આપવામા આવી છે. બનાસકાંઠા જિલ્લાનાં ડીસા વિસ્તારનાં શ્રદ્ધાળુઓની વર્ષો જુની માંગ આજે પુરી થઇ છે.  રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમવાર ડીસાથી દ્વારકા જવા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેથી હવે દ્વારકા તીર્થયાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને મોટો લાભ થશે. શિયાળાની ઋતુમાં વધારાના મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે હવે બિકાનેર-ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ) રેલ સેવા ચલાવવામાં આવી રહી છે. જેમાં આ ટ્રેનમાં  2 સેકન્ડ એસી, 7 થર્ડ એ.સી અને દ્રિતીય શયનયાન 4 ડબ્બા અને કુલ 20 ડબ્બા રહેશે અને 2 ગાર્ડ રહેશે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેન નંબર 04715, બીકાનેર-ઓખા સાપ્તાહિક વિશેષ તા.10.01.23 અને 17.01.23 (02 ટ્રીપ) દર મંગળવારે 15.50 કલાકે બિકાનેરથી ઉપડશે અને 16.00 કલાકે ઓખા પહોંચશે.આ ટ્રેન દર મંગળવારે 15.50 કલાકે બિકાનેરથી ઉપડશે અને 16.00 કલાકે ઓખા પહોંચશેજ્યારે ઓખાથી 18.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 17.00 કલાકે બિકાનેર પહોંચશે.

    આ નવી ટ્રેન નંબર 04716 ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા તા.11.01.23 અને 18.01.23 (02 ટ્રીપ્સ) દર બુધવારે ઓખાથી 18.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 17.00 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેન સેવા નોખા, નાગૌર, મેડતા રોડ, જોધપુર, લુની, સમદડી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ ભીનવાલ, રાનીવાડા, ભીલડી જં, મહેસાણા, વિરમગ્રામ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે.

    બનાસકાંઠાના ડીસા સહિત આજુબાજુના વિસ્તારના લોકોની ડીસાથી દ્વારકા જવા માટે સીધી ટ્રેન મુકવા માટેની વર્ષોથી માંગણી હતી, જેને ધ્યાનમાં લઈ હવે રેલવે વિભાગ દ્વારા ડીસામાં ભીલડીથી દ્વારકા સુધી સીધી ટ્રેન શરૂ થતાં અનેક શ્રદ્ધાળુ અને તેનો મોટો લાભ થશે..
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!