• મધ્યમ વર્ગીય લોકોના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા ધીરાણ માટે કંપનીનું નિર્માણ કરાશે : એન. કે. પટેલ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:29 PM
    • અમે સન એમ્બાર્ક, સન ઇવોક, સન સ્કાયપાર્ક, સન સોલાસ જેવા યુનિક પ્રોજેક્ટસ હાથ ધર્યા છે
    • દરેક બિલ્ડર સ્કીમ નહિ પરંતુ કોમ્યુનિટી બનાવે છે માટે લોકોને સુવિધા આપવી જોઈએ

    અમદાવાદ

    1BHK ફ્લેટ ખરીદનાર નાના મધ્યમ વર્ગના લોકોને હોમ લોન આપવા માટે હોમ લોન કંપની બનાવવી છે અને તેમાં રૂ.500 કરોડનું રોકાણ કરવામાં આવશે એવું એન. કે. પટેલે જણાવ્યું હતું. 
    સન બિલ્ડર્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર એન. કે. પટેલે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી છે અને ત્યાં મારા પિતા ઇમારતી લાકડુ અને મીઠાનો વેપાર કરતા હતા. મેં પાટડીમાં જૂની SSC એટલે ધો.11 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદમાં એમ. જી. સાયન્સ કાૅલેજમાંથી પ્રિ-સાયન્સનો અભ્યાસ કર્યા બાદ એલ.ડી. એન્જીનીયરિંગ કાૅલેજમાંથી BE સિવિલ કર્યા બાદ વિવેકાનંદ કાૅલેજમાંથી લાૅની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ સેપ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન અર્બન પ્લાનિંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈમાં ચાપસી મિસ્ત્રી કંપનીમાં આર્કિટેકની જોબ કરી હતી. પછી ગુજરાત સરકારના નગર આયોજન વિભાગમાં અને ઔડામાં ટાઉન પ્લાનર તરીકે પાંચ વર્ષ જોબ કરી હતી. વર્ષ 1979થી 81 સુધી શરૂઆતના તબક્કામાં કોન્ટ્રાકટર કમ કન્સલ્ટન્ટ તરીકે ટેનામેન્ટ અને નાના બંગલા બનાવ્યા હતા. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 1982માં સન બિલ્ડર્સે રીયલ એસ્ટેટ વ્યવસાયમાં વિવિધ પ્રોજેકટ્સની શરૂઆત કરી હતી. એ વખતે સિમેન્ટમાં કંટ્રોલ હતો માટે પ્રોજેકટને સમયસર પૂરો કરવા ચુનાનું ચણતર કરતા હતા. વર્ષ 2001ના ભૂકંપ પછી પણ સનસેટ રો હાઉસમાં એક પણ તિરાડ પડી નહોતી. ઘણા વર્ષો પહેલા ગુરુકુળ વિસ્તારમાં એક પણ રસ્તો નહોતો એટલે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર ખાનગી લોકોએ જાહેર રોડ બનાવ્યો હતો. અમે અન્ય લોકો પાસેથી ફાળો ઉઘરાવીને આ રસ્તો બનાવ્યો હતો. ગુરુકુળ રોડ પર અમે 15 પ્રોજેકટ કર્યા હતા. અમે સમય મુજબ મકાનના પ્રકારમાં પરિવર્તન લાવતા રહ્યા છીએ જેમકે રોહાઉસ, ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 3 માળના ફ્લેટ, હાઇરાઇઝ વગેરે. 

    એન. કે. પટેલે વધુમાં જણાવ્યું કે ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ અાૅફ સિવિલ એન્જીનીયર્સ અૅન્ડ આર્કિટેક્ટસ એ ટેક્નિકલ સંસ્થા છે જેના 6200 સભ્યો છે અને હું તેમાં વર્ષ 1997થી સક્રિય છું. આ ઉપરાંત ગાહેડમાં હું વર્ષ 1997થી 2003 સુધી સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હતો અને એ વખતે ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા માટે સરકાર સામે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ હજારો મકાનો રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યા હતા. વર્ષ 2001માં ભૂકંપ વખતે ટેક્નિકલ સંસ્થાના આગેવાનોએ 100 ટીમો તૈયાર કરીને માનદ સેવા આપી હતી. અમદાવાદમાં 1000થી વધુ પ્રોજેકટોમાં સેવા આપીને લોકોની ગભરામણ દૂર કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ અાૅફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના 5000 સભ્યો છે જેમાં છેલ્લા 18 વર્ષથી ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યો છું અને વર્ષ 2014-15માં હું નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયો હતો. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2008-09થી રીયલ એસ્ટેટ વ્યવસાયમાં આધુનિક ડિઝાઇન અને નવી ટેક્નિકથી પ્રોજેકટો શરૂ કર્યા હતા. રાજ્યમાં પ્રથમ ક્રિસીલ રેટેડ 4 સ્ટાર કેટેગરી ધરાવતો સન એમ્બાર્ક પ્રોજેકટ હાથ ધર્યો હતો. મારા પરિવારના ત્રણ સભ્યો ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે જેઓ એન્જીનીયર ઉપરાંત એપ્રુવડ ટાઉન પ્લાનર્સ છે જેમાં હું, મારો પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ થાય છે. આગામી ફેબ્રુઆરી 2021માં સન બિલ્ડર્સ 40માં વર્ષમાં પ્રવેશ કરશે. અમે નીચલા મધ્યમ વર્ગ માટે સૌથી વધારે 1BHK મકાનો તૈયાર કર્યા છે. રાણિપમાં અંદાજે 1500 લોકોને ‘ઘરનું ઘર’ આપ્યું છે. આજ સુધીમાં અમે અંદાજે એક કરોડ ચોરસ ફૂટનું બાંધકામ કર્યું છે અને હાલમાં 35 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં બોપલ ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટર, ઘાટલોડિયા- ચાણક્યપુરીમાં 2BHK, નવરંગપુરામાં 22 માળના ટાવરમાં 4BHK, એસપી રીંગરોડ બોપલ પાસેનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે રોટી, કપડા અને મકાન માણસની મૂળભૂત જરૂરિયાત છે. વ્યક્તિ દિવસમાં ત્રણ વાર જમે છે, વર્ષમાં ત્રણ વાર કપડા ખરીદે છે પરંતુ મકાન તો જીવનમાં માત્ર એક જ વાર ખરીદે છે અને તેને ખરીદવા માટે જિંદગીભરની બચતનો ઉપયોગ કરે છે અને વર્ષો સુધી હોમલોનના હપ્તા પણ ભરતો રહે છે. અમારી કંપની પારદર્શકતા, પ્રમાણિકતા, સમયસર, સુવિધાયુક્ત અને ગુણવત્તાવાળા મકાનો તૈયાર કરે છે. અમે વિકેન્ડ હોમનો યુનિક કોન્સેપ્ટ લાવ્યા હતા જેમાં 1000 વારના પ્લોટમાં મકાન તૈયાર કરીને આપતા હતા. વર્ષ 1998-99માં રૂ.9 લાખમાં અમે વિકેન્ડ હોમ તૈયાર કર્યા હતા. વર્ષ 2004-05માં પહેલીવાર નાના કોર્પોરેટ હાઉસ તૈયાર કર્યા હતા. અમે સન એમ્બાર્ક, સન ઇવોક, સન સ્કાયપાર્ક, સન સોલાસ જેવા યુનિક પ્રોજેકટસ હાથ ધર્યા છે. 

    એન.કે. પટેલે વધુમાં જણાવ્યું કે હું રાજપથ ક્લબમાં 12 વર્ષ ડાયરેકટર હતો અને હાલમાં સ્પોર્ટસ ક્લબમાં પ્રમુખ છું. મને વૃક્ષારોપણનો શોખ છે અને છેલ્લા 22 વર્ષથી કોઈ સંસ્થાને સાથે રાખીને અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ. 

    અમે થલતેજમાં સરકારી પ્રાથમિક શાળાને જરૂરી સહાય કરતા રહીએ છીએ. અમે મજૂરોના બાળકોને આહાર ઉપરાંત અભ્યાસ પણ કરાવીએ છીએ. મારા વતન પાટડીમાં મંદિર તૈયાર કરવા ઉપરાંત અંધ-અપંગો માટે કેન્દ્ર તૈયાર કરાવ્યું છે. આ ઉપરાંત અન્ય સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહીએ છીએ. મને ફરવાનો શોખ છે અને હું નોર્થ ઇસ્ટ ઇન્ડિયા 15 વખત ફરી આવ્યો છું. આસામ, મેઘાલય, નાગાલેન્ડ વગેરે રાજ્યોની સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને માણવાની મજા કંઇક જુદી છે. લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને મેં એક બુક લખવાની શરૂઆત કરી છે. મારા પત્ની ડોલીબહેન સ્પાર્કલ જ્વેલરીનો શો રૂમ ચલાવે છે અને પુત્રી ડાૅ.રિચા પટેલ લગ્ન બાદ અમેરિકામાં સેટલ છે. પુત્ર દિપ પટેલ મારી સાથે કામ કરે છે. જ્યારે પુત્રવધૂ હર્ષિકા પટેલ હેલ્થ ક્લબ ‘પિલાટીસ’ ચલાવે છે. પિલાટીસ એ બીજા વિશ્વ યુધ્ધ વખતે અમેરિકન લશ્કરે વિકસાવેલો નવા પ્રકારનો વ્યાયામ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે દરેક બિલ્ડર સ્કીમ નહિ પરંતુ કોમ્યુનિટી બનાવે છે માટે લોકોને સુવિધા આપવી જોઈએ. ‘બિલ્ડીંગ કોમ્યુનિટી ઇઝ અવર ગોલ.’ 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!