• અમદાવાદ-નાસિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરાશે
    રાષ્ટ્રીય 6-2-2023 09:05 AM
    • 15મી માર્ચથી આ ફ્લાઇટ શરૂ કરાશે-પોણા બે કલાકમાં શિરડી પહોંચાશે
    • એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે
    અમદાવાદ

    અમદાવાદ-નાસિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.જેના કારણે પોણા બે કલાકમાં જ યાત્રાધામ શિરડી પહોંચી શકાશે. 15મી માર્ચથી આ ફ્લાઇટ શરૂ કરાશે.એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.મહારાષ્ટ્રના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિકના શિરડીમાં દર્શન કરવા માટે જતા હોય છે. અત્યાર સુધી ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભક્તોને શિરડીમાં દર્શન કરવા જવા માટે કાર અથવા તો ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને જવુ પડતુ હતુ. જો કે હવે ભક્તોને ઘણા કલાકોની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે.

    ભક્તો અમદાવાદથી માત્ર પોણા બે જ કલાકમાં જ શિરડી પહોંચી જશે. કારણકે 15 માર્ચથી અમદાવાદથી શિરડી સાંઇબાબા દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે ઇન્ડિગો અમદાવાદથી નાસિકની ફલાઇટ શરૂ કરશે.ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ રહેશે. નાસિકથી આ ફલાઇટ બપોરે 3.45 કલાકે ટેકઓફ થઇ 5.25 કલાકે અમદાવાદ આવશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે 5.50 કલાકે રવાના થઇ 7.15 કલાકે નાસિકમાં પહોંચાડશે. એરલાઇન કંપની આ સેક્ટર પર 73 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

    શિરડી અહમદનગર-મનમાડ હાઇવે (સ્ટેટ હાઇવે નંબર 10) પર આવેલું છે. તે મનમાડ શહેરથી 65 KM અને જિલ્લા મુખ્યાલય અહેમદનગરથી 80 KM ના અંતરે આવેલું છે. આ શહેર સાંઈ બાબાના સમાધિ મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રખ્યાત છે. તેથી જ આ શહેરનું બીજું નામ સાંઈનગર શિરડી (શિરડી) છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. મોટી સંખ્યામાં ગુજરાતના ભક્તો પણ અહીં દર્શન કરવા જતા હોય છે.જો એમ કહેવામાં આવે કે શિરડી શહેરની ઓળખ સાંઈ બાબાના મંદિરના કારણે છે તો ખોટું નહીં હોય. આજે લાખો ભક્તો સાંઈ બાબાના સમાધિ સ્થળ મંદિરના દર્શન કરવા આવે છે. વિશ્વ કક્ષાએ સાઈ સંસ્થાન વતી હજારો હોટલો, ધર્મશાળાઓ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઇટ શરુ થતા ભક્તોને મોટી રાહત મળશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!