• મહેસાણામાં વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આરોપીઓ ફરાર
    ગુજરાત 3-2-2023 10:41 AM
    મહેસાણા: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં ફેક્ટરીમાં વરિયાળીમાંથી નકલી જીરું બનાવાતો હોવાનું સામે આવ્યું હતું. વરિયાળી પર કાળો પાઉડર અને ગોળનું કોટિંગ લગાવી નકલી જીરું બનતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલો ગોળનો સ્થળ પરથી નાશ કર્યો હતો. સાથે જ રૂ.99 હજારથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને સેમ્પલને લેબમાં મોકલ્યા હતા. ઊંઝાના મક્તુપુરમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી જીરું બનાવવાનો સામાન તથા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પટેલ ધર્મેન્દ્ર અંબાલાલનું ગોડાઉન હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર મામલે સામે આવતા આખા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હજુ પણ ઘણી બધી ફેક્ટરીમાં આ રીતની ગેરરીતિઓ અને નકલી મસાલા બનાવવાનું કૌભાંડ અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરી એકવાર પૈસા માટે લોકોના જીવ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જોકે ખાસ વાત એ છે કે ફેક્ટરી તો પકડાઈ પરંતુ તેમાં નકલી જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થઈ ગયા છે. જે પણ શંકાસ્પદ બાબત લાગે છે. હાલમાં ફેક્ટરીમાંથી દરેક મટીરિયલના સેમ્પલ લઈને તપાસ માટે તેને મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!