• ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે ગ્લેશિયર તૂટી પડ્યો
    રાષ્ટ્રીય 21-3-2023 12:59 PM
    • આવવા-જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો
    ઉત્તરાખંડ

    ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે ગ્લેશિયર તૂટી પડતા સનસનાટી મચી ગઇ છે. આના કારણે કેટલાક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેર કમોસમી વરસાદથી દેશમાં કરોડોનું નુકસાન થયુ છે. તો આવા સમયે સતત હિમવર્ષાના કારણે કેદારનાથ ધામમાં ચાલતા જવાનાં રસ્તા પર ભૈરવ ગડેર પાસે ગ્લેશિયર ટુટી પડ્યાના સમાચાર આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેદારનાથ ધામમાં ચાલતા જવાનાં રસ્તા પર ભૈરવ ગડેર પાસે ગ્લેશિયર ટુટી પડ્યો છે. અને તેના કારણે ચાલતા જવાનો રસ્તો એક બાજૂથી તૂટી ગયો છે. જેના કારણે હાલમાં સંપુર્ણ પણે આવવા-જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી રાહદારીને રસ્તા આગળ ન જવા માટે સુચના આપવામાં આવી છે. જો કે આ બાબતે હજુ કોઈ જાનહાની થઇ નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!