• સુરતમાં શહેર પોલીસ દ્વારા વર્લ્ડ કેન્સર અવેરનેસ ડે નિમિત્તે હાફ મેરેથોન યોજાઈ
    મુખ્ય શહેર 4-2-2023 09:25 AM
    સુરત

    સુરત શહેર પોલીસ તથા લા-મેરીડીયન હોટલ સુરતના સંયુક્ત ઉપક્રમે “ વર્લ્ડ કેન્સર ડે” નિમીતે ‘સે નો ટુ ડ્રગ્સ’ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાફ મેરેથોનમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને વડીલો પણ જોડાયા હતા તેમજ વિજેતા રનરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

    આજે વર્લ્ડ કેન્સર ડે છે તે નિમિત્તે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ તથા લા-મેરીડીયન હોટલ સુરતના સંયુક્ત ઉપક્રમે ‘સે નો ટુ ડ્રગ્સ’ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાફ મેરાથોન લા-મેરીડીયન હોટલ શરુ થઇ ડુમસ સુધી યોજાઈ હતી જેમાં 7 અને 14 કિમી સુધીની દોડનું આયોજન કરાયું હતું.

    આ મેરાથોનને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ફ્લેગ ઓફ કરાવી હતી. તેમજ ડ્રગ્સ ફ્રી સીટી અંતર્ગત યોજાયેલી આ મેરાથોનમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને વડીલો પણ જોડાયા હતા. આ ઉપરાંત વિજેતા રનરોને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે ડ્રગ્સ જીવનને અંધકાર તરફ લઇ જાય છે અને તેનાથી પણ વધારે જીવનને બરબાદ કરે છે. હું આશા અને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સનું સેવન ન કરે, જીવન ખુબ જ સુંદર છે, નશાથી સૌ કોઈ દુર રહે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!