• પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીને લઇને ભારે રોમાંચ
    સ્પોર્ટ્સ 21-3-2023 09:05 AM
    • લાહોરમાં શરુ થનારી ટી20 સિરીઝ 14મીથી 17 એપ્રિલ દરમિયાન રમાશે
    • ચાર વનડે મેચ રાવલપિંડીમાં રમાનારી છે
    વેલિંગ્ટન

    પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટ્વેન્ટી અને વનડે શ્રેણીને લઇને સ્થાનિક ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ભારતમાં આઇપીએલ રમાશે ત્યારે પાકિસ્તાનમાં આ શ્રેણી રમાશે. કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ ન્યુઝીલેન્ડનાં કેટલાક ખેલાડીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. બંને દેશો વચ્ચેની આ સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર બંને ક્રિકેટ બોર્ડની સહમતીથી કરવામાં આવ્યો છે.આ પહેલા 13 એપ્રિલના રોજથી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝ શરુ થનારી હતી. જેને હવે એક દિવસ બાદ 14 એપ્રિલથી શરુ થનારી છે. તારીખમાં બંને ક્રિકેટ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. લાહોરમાં શરુ થનારી ટી20 સિરીઝ 14 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન રમાશે. જ્યાં ત્રણ ટી20 મેચ રમ્યા બાદ બાકીની બે ટી20 મેચ રાવલપિંડીમાં રમાનારી છે. સિરીઝની અંતિમ મેચ 24 એપ્રિલે રમાશે.ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ બાદ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાશે. જેની શરુઆત 26 એપ્રિલથી શરુ થશે. બંને વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝ રમાનારી છે. જેની પ્રથમ વનડે મેચ રાવલપિંડીમાં રમાશે અને ત્યાર બાદ બાકીની ચાર વનડે મેચ રાવલપિંડીમાં રમાનારી છે. વનડે સિરીઝની પ્રથમ બંને વનડે મેચ પહેલા લાહોરમાં રમાનારી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!