• શક્તિપીઠ અંબાજીનાં દર્શન-આરતીનાં સમયમાં કરાયો મોટો ફેરફાર; દેવ દિવાળીએ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ
    ગુજરાત 5-11-2022 08:19 AM
    અંબાજી

    સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

    આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પુનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ પણ રહેનાર છે. 

    સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને સાંજનાં 06.30 ની આરતી રાત્રીના 9.30 કલાકે કરીને મંદિર મંગળ થશે. ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. 

    જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કારતક સુદ પૂર્ણિમાએ દીપ દાનનું વિશેષ મહત્વ છે, પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે. 

    • અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે
    • દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ.
    • ધાર્મીક વિધિને પુજા અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર બંધ
    • સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4.00 કલાકે કરાશે
    • સવારના 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ
    • સાંજનાં 6.30 ની આરતી રાત્રી ના 9.30 કલાકે કરી ને મંદિર મંગળ થશે
    • નવ નવેમ્બર થી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!