• ઉર્ફી જાવેદની લાઈફમાં આવ્યો નવો હમસફર 

    મુખવાસ 24-3-2023 11:33 AM
    •  પ્રપોઝલ ફોટો શેર કરી હિંટ આપી 

     ઉર્ફી જાવેદે ફરીવાર સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને હલચલ મચાવી છે. આ વખતે તેના કપડા નહીં પરંતુ તેમના સંબંધોના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા છે.

    તાજેતરમાં ઉર્ફી જાવેદે પ્રપોઝલ ફોટો શેર કરીને ફેન્સને મુઝવણમાં મૂક્યા છે અથવા એમ કહી શકાય કે  તેના સંબંધનો સંકેત આપ્યો છે. તેણે  હાલમાં ઇન્સ્ટાગ્રામ  પર એક સ્ટોરી શેર કરી છે જેની સાથે તેણે હાર્ટ ઇમોજી બનાવીને શેર કરી છે. આ તસવીરમાં એક બોર્ડ દેખાઈ રહ્યું છે જેના પર લખ્યું છે કે તેણે હા કરી છે. ત્યારબાદ તેણે બીજી તસવીર શેર કરી જેમાં લખ્યું હતું કે અમે આ કરી લીધું છે.

    ઉર્ફીને  કોણે હા પાડી તે તો ખબર નથી, પરંતુ આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયામાં તેમના સંબંધોના સમાચારો ઉડવા લાગ્યા છે. ફેન્સ જાણવા માંગે છે કે ઉર્ફી કોના પ્રેમમાં ફરે છે. ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!