• રાપર પોલીસ મથકમાં પ્રજાલક્ષી લોક સંવાદ યોજાયો, પેટ્રોલિંગ વધારવા પ્રસ્તાવ મૂકાયો
    ગુજરાત 22-9-2023 10:50 AM
    કચ્છ (ભુજ )

    આજે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકો સાથે સંવાદ કરવા માટે જે એક મુહીમ ચલાવવામા આવી છે તે અંતર્ગત રાપર પોલીસ મથક ખાતે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમરની સુચનાથી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે ગઢવીના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ મુખ્ય ત્રણ મુદ્દે રજૂઆત કરી હતી તો પોલીસ વિભાગ દ્વારા પણ ત્રણ સુચનો કરાયા હતા.

    આ વેળાએ પીઆઇ વી.કે ગઢવી, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, ઉમેશ સોની, લાલજી કારોત્રા, જગુભા જાડેજા, અશોક સોની, મુકેશ ઠાકોર, વશરામ ચૌધરી, નરેશ ઠાકોર, ભાણજી પ્રજાપતિ ,બાબુભાઈ કારોત્રા, અશોકભાઈ યાદવ, મહેશ પટેલ, જસુભા જાડેજા, રાસુભા સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    રાપર પોલીસ સમક્ષ લોકોએ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે , શાળા કોલેજ હાઇસ્કૂલ પાસે પોલીસ પેટ્રોલીંગ વધારવા અને શહેરના આથમણા નાકા, દેના બેંક ચોક, સલારી નાકા સહિત ના સ્થાને પોલીસ ચોકીઓ બનાવવા માગ કરાઈ હતી.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.