• અમદાવાદની સિવિલમાં 840 પથારીની ક્ષમતાવાળુ આશ્રય ગૃહ બનશે
    મુખ્ય શહેર 18-3-2023 12:01 PM
    • હવે દર્દીઓના સગાસબંધીઓને રહેવામાટે ભટકવું નહી પડે
    • 40 કરોડના ખર્ચે આશ્રય ગૃહ બનાવવા માટેની તૈયારી
    અમદાવાદ

    એશિયાની સૌથી મોટી શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દર્દીઓના સબંધીઓ માટે 840 બેડનું આશ્રયસ્થાન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી દર્દીઓની સાથે આવનારા લોકોને પણ હોસ્પિટલમાં કોઈ મુશ્કેલી નહી પડે.અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ સાથે ફક્ત બે સબંધિઓને રહેવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે અન્યને પરિસરની અંદર હોસ્પિટલની ઇમારતની બહાર રહેવું પડે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના સબંધીએ જણાવ્યું હતુ કે “હોસ્પિટલ બિલ્ડિંગની બહાર એક પણ શૌચાલય નથી. એક સમયે માત્ર બે એટેન્ડન્ટને અંદર જવાની મંજૂરી છે, તેથી બાકીના લોકોએ બહાર રાહ જોવી પડે છે. અને કોઈક વાર તો શૌચાલય માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.” ત્યારે દર્દીઓના સંબંધીઓની આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે ACH અધિકારીઓ હોસ્પિટલના પરિસરમાં રૂ. 40 કરોડના ખર્ચે 840 પથારીનું રેઈન બસેરા બનાવી રહ્યા છે જેનું કામ 12 મહિનામાં પૂર્ણ થઈ જશે.

    ACH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે “દર્દીઓના બે સગાંઓ માટે વૉર્ડની અંદર અથવા હૉસ્પિટલની બિલ્ડિંગની અંદર શૌચાલયની સુવિધા હોય છે. જેથી અમે દર્દીઓના સંબંધીઓ માટે 840 પથારીનો રૈન બસેરા (આશ્રય ગૃહ) બનાવીને ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવીશું. આ આશ્રય ગૃહ એક વર્ષમાં તૈયાર થઈ જશે.”

    મેડિસિટી કેમ્પસ, જ્યાં ACH અન્ય કેટલાક સુપરસ્પેશિયાલિટી હેલ્થ યુનિટ્સ સાથે સ્થિત છે, તેની ક્ષમતા 7,400 પથારીની છે, પરંતુ સંબંધીઓના આશ્રય માટે માત્ર 80 પથારી જ ઉપલબ્ધ છે. આ આશ્રયગૃહમાં બેઝમેન્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના આઠ માળ સાથેનું નવું 840 બેડ શેલ્ટર ત્રણ બ્લોકમાં 24,436 ચોરસ મીટરનું બિલ્ટ-અપ એરિયા ધરાવતું હશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!