• એ.શ્રીધર ગ્રૂપ ઓનટાઇમ ડિલિવરી અને ટ્રાન્સપરન્ટ બિઝનેસમાં માને છે : શર્વિલ શ્રીધર 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:29 AM
    • અમે તમામ પ્રોજેકટમાં ક્લાયન્ટસને ડિટેલ ટેક્નિકલ ડ્રોઇંગ આપીએ છીએ કે જેથી તેમના આર્કિટેક્ટને કામ કરવામાં કોઇ તકલીફ ન પડે
    અમદાવાદ
      
    એ.શ્રીધર ગ્રૂપ સ્ટ્રોંગ એથિક્સ પર ચાલતી કંપની છે અને અમારા માટે લોકોની ગુડવિલ મહત્ત્વની છે અને એટલે જ મની ઇઝ એ બાયપ્રોડકટ ફોર અસ. અમે એથિકલ, ટ્રાન્સપરન્ટ બિઝનેસ અને ઓનટાઇમ ડિલીવરીમાં માનીએ છીએ એવું શર્વિલ શ્રીધરે જણાવ્યું હતું. 

    એ.શ્રીધર ગ્રૂપના પ્રમોટર શર્વિલ શ્રીધરે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પરદાદા શ્રીધરભાઈ પટેલને બાવળામાં લોકો બહુ સન્માન આપતા હતા આથી પછી અમારો પરિવાર શ્રીધર ફેમિલી તરીકે ઓળખાવા લાગ્યો હતો. મારા દાદા ડાહ્યાભાઈ પટેલ સ્પોર્ટ્સના પ્રોફેસર હતા, સિદ્ધાંતવાદી અને વિઝનરી હતા. તેમનું સપનું હતું કે એક સાથે 1000 વિદ્યાર્થીઓને ભણાવું. મારા પિતા ડાૅ.અજયભાઈ શ્રીધર ઓપ્થેલ્મોલોજીસ્ટ छछછે. શરૂઆત જોકે તેમણે પોતાના ભાઈ યોગેશભાઈ સાથે ભાગીદારીમાં ધનરાજ ઇલેક્ટ્રોનિક્સના નામે ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય ચાલુ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1996માં મારા પિતા ડાૅ. અજયભાઈએ સ્વતંત્રપણે રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો અને યોગેશભાઈએ તુલિપ સ્કૂલ શરૂ કરી હતી. મારા પિતા લેન્ડ ઇન્વેસ્ટર હોવાથી અમારી પાસે લેન્ડ બૅન્ક ઘણી છે. 

    તેમણે જણાવ્યું કે મેં ધોરણ 12 પાસ કર્યા પછી અમેરિકામાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી માંથી કન્સ્ટ્રકશન એન્જીનીય રીંગમાં વર્ષ 2006માં ડિગ્રી મેળવી હતી. પછી એક વર્ષ અમેરિકામાં કામ કરવાનો અનુભવ મેળવ્યો હતો. મેં વર્ષ 2008માં રીયલ એસ્ટેટમાં પ્રથમ પ્રોજેકટ અમદાવાદમાં હાથ ધર્યો હતો. પછી મેં સેપ્ટ યુનિવર્સિટીમાંથી વર્ષ 2010માં કન્સ્ટ્રકશન મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું હતું. વર્ષ 2010થી 2012 સુધી મેં ભાગીદારીમાં બે પ્રોજેકટ ઇસ્કોન એલિગન્સ અને વેનેશિયન વિલા સારા લોકેશન ઉપર પૂરા કર્યા હતા. વર્ષ 2012થી મેં સ્વતંત્રપણે પ્રોજેકટ હાથ ધરવાની શરૂઆત કરી હતી. છ વર્ષમાં મીડ સેગ્મેન્ટ હાઉ સિંગમાં કુલ નવ પ્રોજેકટ પૂરા કર્યા છે અને તેમાં અમે લાઇફ સ્ટાઇલને મહત્ત્વ આપ્યું છે અને અમારા ગ્રાહકો પાસેથી ફીડબેક લઈને સતત સુધારા કરતા રહીએ છીએ. દા.ત. એક ગ્રાહકે અમને કહ્યું કે રેસીડેન્શીયલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ઇમર્જન્સી વખતે દર્દીને સ્ટ્રેચર પર લઈ જવા માટે સ્ટ્રેચર લિફટ ન હોવાથી અમને તકલીફ પડી હતી. આ ફીડબેક મેળવ્યા બાદ અમે અમારા તમામ રેસીડેન્શીયલ પ્રોજેકટમાં સાદી લિફટ ઉપરાંત સ્ટ્રેચર લિફટની સુવિધા આપીએ છીએ. અમે દરેક પ્રોજેકટમાં બે વર્ષ સુધી વિના મૂલ્યે મેન્ટેનન્સ કરીએ છીએ અને પછી ચાર્જેબલ મેન્ટેનન્સની સુવિધા આપીએ છીએ જેમાં પ્લમ્બર, ઇલેક્ટ્રીશીયન અને કાર્પેન્ટરનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે અમે તમામ પ્રોજેકટમાં ક્લાયન્ટસને ડિટેલ ટેક્નિકલ ડ્રોઇંગ આપીએ છીએ કે જેથી તેમના આર્કિટેક્ટને કામ કરવામાં કોઇ તકલીફ ન પડે. હાલમાં અમારા કુલ પાંચ પ્રોજેકટ ચાલુ છે જેમાં ચાર રેસીડેન્શીયલ અને એક કોમર્શિયલનો સમાવેશ થાય છે. અમે અમારી ઓફિસમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસેસનો અમલ કર્યો છે અને હાલમાં તેમાં 80 ટકા સફળતા મળી છે અને આગામી વર્ષ 2022 સુધીમાં 100 ટકા સફળતા મળશે. અમારા ત્યાં ક્વોલિટી ઇન્સ્પે કટર સાઇટમાં ભૂલો શોધવાની ફરજ બજાવે છે. ગ્રાહકને ફ્લેટમાં તમામ સુવિધા મળે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 

    શર્વિલ શ્રીધરે વધુમાં જણાવ્યું કે મારી ઇચ્છા મીડ સેગ્મેન્ટ હાઉસિંગમાં લિડિંગ ડેવલપર બનવાની છે અને લોકો જે આશીર્વાદ આપે છે તે સતત મેળવતા રહેવું છે. મારા પરિવારમાં માતા પલ્લવીબહેન, પત્ની રૂષાલિબહેન, પુત્રી નિરાયા અને પુત્ર યુવરાજનો સમાવેશ થાય છે. મારી પત્ની રૂષાલિ બહેને પ્રિ-સ્કૂલ શરૂ કરી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!