• બલિદાનની સ્ટોરી છે Chakda Xpress - અનુષ્કા
    મુખવાસ 15-9-2022 10:40 AM
    • મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકની દર્શકો જોઈ રહ્યાં છે રાહ
    બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુષ્કા માટે આ પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ ફિલ્મો પૈકીનો એક છે. અભિનેત્રીના ફેન્સ તેને નવા અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

    અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. અનુષ્કા ચાર વર્ષથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે અને ચકદા એક્સપ્રેસ સાથે ઓનસ્ક્રીન પર વાપસી કરશે. આ ફિલ્મમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. અનુષ્કાએ આ રોલ માટે તૈયારી કરવામાં કોઈ કસર છોડી નથી.

    અનુષ્કા શર્મા જે ચકદા એક્સપ્રેસમાં તેના પાત્ર માટે સખત મહેનત કરી રહી છે, તે ઘણીવાર ફિલ્મમાં તેના કેરેક્ટરની ઝલક અને તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની બીજી તસવીર શેયર કરી છે. આ તસવીર આવ્યા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

    અનુષ્કાએ શેયર કરેલા ફોટામાં તે બેડ પર બેઠી છે, તેના હાથમાં જૂતાં પકડેલા છે અને સાથે તે ફોન પર કોઈની સાથે સિરીયસ વાત કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના રૂમની ઝલક પણ જોવા મળી છે, જ્યાં દિવાલો પરથી પેઈન્ટ કલર જતો રહ્યો છે અને તસવીરમાં અન્ય એક છોકરી જોવા મળે છે. તસ્વીર શેયર કરતા કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું છે કે ‘ઉનકે જૂતે મેં અંતર કર ઉસ સફર કો ફિર સે બનાના.

    અનુષ્કા શર્મા હાલમાં યુકેમાં ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહી છે. હાલમાં તેના પતિ વિરાટ કોહલી તેની સાથે જોડાયો અને તેને એક રોમેન્ટિક કોફી ડેટ પર લઈ ગયો. જેની તસવીરો એક્ટ્રેસે તેના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય કે વિરાટ અને અનુષ્કા કોફી પર એન્જોય કરી રહ્યા છે.

    ચકદા એક્સપ્રેસનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. દરમિયાન અનુષ્કા શર્માએ એક નિવેદનમાં કહ્યું હતુ કે આ ખરેખર એક ખાસ ફિલ્મ છે કારણ કે તેમાં અનિવાર્યપણે ખૂબ મોટા બલિદાનની સ્ટોરી છે. ચકદા એક્સપ્રેસ ભૂતપૂર્વ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન અને સમયથી પ્રેરિત છે અને મહિલા ક્રિકેટની દુનિયામાં આંખ ખોલનારી હશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!