• બાળલગ્ન અટકાવવા, બાળકો-મહિલાઓમાં શિક્ષણ-જાગૃતિની જ્યોત પ્રગટાવવાનો સફળ પ્રયાસ
    યુનિસેફ 9-9-2022 01:58 PM
    • ગાંધીનગરના દહેગામ તાલુકાના સગદલપુર ગામના યુવા કેળવણીકાર અરવિંદભાઈ ઠાકોર સમાજ માટે ઉત્તમ ઉદાહરણરૂપ બન્યા
    • 250થી વધુ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડી અને ઉચ્ચ અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને 300થી વધુ યુવા દીકરા-દીકરીઓને સરકારી યોજનાઓના લાભ લેવામાં મદદરૂપ બન્યા


    ગાંધીનગર

    મને એ વાતનું ગર્વ છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગામમાં એક પણ બાળલગ્ન યોજાયા નથી. આ થવા પાછળનું કારણ એ છે કે અમે ગામના પરિવારો સાથે ચર્ચા કરીને તેમને સમજાવી જાગૃત કરવામાં સફળ થયા છીએ કે ભણવાનું મહત્વ કેટલું છે અને જો લગ્ન કર્યાં પહેલા નાણાકીય સ્વતંત્રતા હશે તો તેના લાભ શું છે. વાસ્તવમાં, અમે જેન્ડર ભેદભાવો ઓછા કરવામાં સફળ થયા છીએ અને હવે અમારા ગામમાં છોકરાઓ કરતા છોકરીઓ વધુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા લાગી છે. 

    ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામના અરવિંદભાઈ  ઠાકોર એક યુવા  સ્વૈચ્છિક કેળવણીકાર છે. જે યુવાનો માટે શિક્ષણ અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવા અને બાળલગ્ન અટકાવવા સમાજને જાગૃત કરે છે. તેમની માતાના અવસાન અને પિતાની અનિશ્ચિત નાણાંકીય પરિસ્થિતિને કારણે તેમના શરૂઆતના વર્ષોમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિ એ એમને અન્ય જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે ખુબ પ્રેરિત કર્યાં છે. 

    દરરોજ અરવિંદભાઈ ગામના વંચિત બાળકોને શિક્ષિત કરવા માટે સ્વૈચ્છિક રીતે કામગીરી કરે છે. બાળકોને શાળાકીય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે. તેઓ પારિવારિક નિર્ણય લેવાનુ મહત્વ જાણે છે જેથી તેઓ છેલ્લા 7 વર્ષથી સગદલપુર ગામમાં ઘરે-ઘરે જઈને બાળકોને, ખાસ કરીને છોકરીઓને શિક્ષિત કરવા અને બાળલગ્ન અટકાવવાના મહત્વ વિષે બાળકોના માતા-પિતાને સમજાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે. તેમને પોતાના પ્રયત્નો સાર્થક થાય તે માટે સમુદાયના નેતાઓ, પંચાયત પ્રતિનિધિઓ, મિત્રો અને ગામના યુવાનોને આ કામમાં જોડ્યા છે. તે એવા દાતાઓને પણ ઓળખે છે જેઓ વંચિત બાળકો માટે અભ્યાસ સામગ્રી મેળવવામાં નાણાકીય સહાયતા કરે છે. 

    અરવિંદભાઈ એ તેમના તાલુકામાં 250થી વધુ બાળકોને શિક્ષિત કર્યા છે. તેમની સફળતાઓમાં પ્રકાશભાઈ કે જેઓ ચેતક કમાન્ડો છે અને તેમની પિતરાઈ બહેન લક્ષ્મીબહેન કે જેઓ વિસ્તારમા પ્રથમ વ્યક્તિ છે કે જેમને બેચલર ડિગ્રી મેળવવામાં સફળતા મેળવી છે. લક્ષ્મીબહેન હાલમાં ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગામની યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. વર્ષ 2022ની વાત કરીએ તો 20 જેટલી યુવતીઓ અરવિંદભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષા પ્રાપ્ત કરીને કોલેજમાં પ્રવેશ લીધો તથા કેટલીક યુવતીઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) અને અન્ય રાજ્યસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. માનવ ગરીમા યોજના દ્વારા અરવિંદભાઈએ દહેગામ તાલુકાની ૩૦૦થી વધુ યુવતીઓને યોજનાના લાભો માટે અરજી કરાવવામાં મદદ કરી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!