• મોરબી ખાતે કલેકટર, ધારાસભ્યો સહિતનાઓની ઉપસ્થિતિમાં બે-દિવસીય યોગ શિબિર યોજાઈ
    ગુજરાત 19-9-2023 12:53 PM
    મોરબી

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી ખાતે યોજાય ગયેલ બે-દિવસીય યોગ શિબીરમાં કલેકટર, ધારાસભ્યો, અધિકારીગણ અને વિવિધ સંગઠનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાતભરમાં કુલ 73 સ્થાનો ઉપર આયોજિત યોગ શિબિરોમાંથી જિલ્લામાં, રામોજી ફાર્મ, મોરબી ખાતે બે દિવસની યોગ શિબીર તા.16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાય હતી.

    જેમા મુખ્ય મહેમાનોમાં કલેકટર જી. ટી. પંડ્યા, ધારસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વનવિભાગ અધિકારી ચિરાગભાઈ અમીન, ટંકારા આર્ય ગુરુકુળ આચાર્ય રામદેવજી, વાંકાનેર નગરપાલિકા ચીફઓફીસર ગિરીશભાઈ સરૈયા, આરએસએસના ડો.ભાડેસિયા, પતંજલિમાંથી ભારતીબેન રંગપરિયા અને માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સમર્પણ ધ્યાન કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ, વિવેકાનંદ કેન્દ્ર ક્ધયાકુમારી, આરએસએસ, વિવિધ મહિલા સમિતિઓ, યોગ વિષયમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ, વ્યાપારિક અને આધ્યાત્મિક સંગઠનોમાંથી મહાનુભાવો અને સભ્યો હાજર રહેલ. મોરબીના સ્થાનિક યોગ સાધકો સાથે સાથે, ટંકારા અને વાંકાનેરથી પણ લોકો જોડાયેલ અને સામૂહિક રીતે યોગ અને સૂર્યનમસ્કાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની યોગમય રીતે ઉજવણી કરવામાં આવી હતી. 100 કલાકની ટ્રેનિંગનું ની:શુલ્ક ધોરણે સતત આયોજન કરી, વિવિધ સ્થાનો પર (ની:શુલ્ક) યોગક્લાસ શરૂ કરીને વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવા ચેરમેન યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શનમાં અવીરત પણે કાર્યરત છે. યોગ શિબિરને સફળ બનાવવા યોગ કોચ, યોગ ટ્રેનેરો અને જિલ્લા કોર્ડીનેટર, વિવિધ સંગઠનો દ્વારા ખુબ જહેમત ઉઠાવેલ અને ઘર ઘર સુધી યોગ શિબિરની માહિતી પહોચાડવામાં યોગ સાધકોમાંઅનેરો ઉત્સાહ ઉડીને આંખએ વળગતો હતો.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.