• વલસાડમાં કોલેજમાં વિદ્યાર્થીનું ચાલુ ક્લાસે મોત થતા આઘાતનું મોજુ
    ગુજરાત 18-1-2023 10:44 AM
    • કસ્તુર બા હોસ્પિટલના તબિબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો- રાજકોટ બાદ વલસાડમાં બનાવ
    વલસાડ

    રાજકોટમાં વિદ્યાર્થીનિના મોત બાદ હવે વલસાડમાં એક વિદ્યાર્થીનું કોલેજમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોલેજમાં ચાલુ ક્લાસે જ હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીઓ સહિત કોલેજનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયાં હતાં. વિદ્યાર્થીને તાબડતોબ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો. પોલીસે યુવકનું પોસ્ટમોર્ટમ કરવાની દીશામાં કાર્યવાહી શરૂ કરી છે. આકાશના મોતની જાણ થતાં તેના પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી બાજુ કોલેજના વિદ્યાર્થીઓ અને આકાશના મિત્રો પણ શોકાતુર જોવા મળ્યા હતાં.રાજકોટની એ.વી. જસાણી શાળામાં મંગળવારે સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ આઠની 17 વર્ષની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ હતા. જે બાદ તેને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!