• અક્ષય કુમારની ફિલ્મનાં સેટ પર અકસ્માત
    મુખવાસ 20-3-2023 01:25 PM
    બોલિવુડનાં લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર દ્ધારા અભિનિત અને ડાયરેક્ટર મહેશ માંજરેકરનીફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ના સેટ પર અકસ્માત થયો છે. જેમાં એક 19 વર્ષનો છોકરો કિલ્લાની કિલ્લેબંધીથી 100 ફૂટ નીચે પડ્યો છે. આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતનો ભોગ બનનારનું નામ નાગેશ ખોબરે છે.નાગેશનો અકસ્માત શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. મહેશ માંજરેકર છેલ્લા કેટલાક દિવસોથી પન્હાલગઢમાં પોતાની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ કરી રહ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!