• આચાર્ય ધર્મેન્દ્રજીએ આજે જયપુર હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા
    મુખ્ય સમાચાર 19-9-2022 09:00 AM
    • સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવાર આધિન હતા
    • હિન્દુ ધર્મના સક્રિય પ્રચારક પોતાના મંતવ્ય હંમેશાં સ્પષ્ટ રીતે મુકતા


    છેલ્લા ૨૦ દિવસથી જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આચાર્ય ધર્મેન્દ્ર દાખલ હતા અને આજે તેમને SMS હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. આચાર્ય ધર્મેન્દ્ર વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક રહ્યા છે અને ઘણા વર્ષોથી VHP સાથે જોડાયેલ હતા. 1966નું ગૌરક્ષા આંદોલન હોય કે પછી શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન હોય દરેક જગ્યાએ સહભાગી રહેલા આચાર્ય ધર્મેન્દ્રજી હવે લોકો વચ્ચે રહ્યા નથી.


    હિન્દુ નેતા ગણાતા આચાર્યને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. મહાત્મા રામચંદ્ર વીર સ્વામીના પુત્ર આચાર્ય મહેન્દ્રજીનો જન્મ 9 જાન્યુઆરી ૧૯૪૨ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેમના પર તેમના પિતાનો ખૂબ પ્રભાવ હોવાથી તેઓ પણ રામભક્તિના માર્ગે પ્રેરાયા. આચાર્ય બાબરી મસ્જિદ વિવાદ પર ખુલીને વાત કરતા અને હિન્દુ ધર્મ માટેનો પ્રચાર કરવા હંમેશાં સક્રિય રહેતા હતા. આંતરડાની તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!