• એક્ટર સૂર્યાએ મુંબઇમાં ખરીદ્યો એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ

    મુખવાસ 24-3-2023 11:47 AM
    • સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર સૂર્યાએ મુંબઈમાં આલીશાન ફ્લેટ ખરીદ્યો છે. 

     રશ્મિકા મંદાના અને સામંથા રૂથ પ્રભુ બાદ હવે સૂર્યાએ પણ મુંબઈમાં પોતાનું ડ્રીમ હાઉસ ખરીદી લીધું છે.સૂર્યાને ઘણી વખત મુંબઈમાં અવરજવર  કરતો જોવામાં આવે છે. આ સાથે જ તેનું અવારનવાર મુંબઈ આવવાનું કારણ સામે આવ્યું છે. તેણે અહી એક લક્ઝુરિયસ  એપાર્ટમેન્ટ ખરીદ્યો છે જેમાં તે તેની પત્ની જ્યોતિકા અને તેમના બે બાળકો સાથે રહેશે. સાઉથ સિનેમાના ફેમસ અને ડિમાન્ડિંગ એક્ટર સુર્યાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. 'ઉડાન' અને 'જય ભીમ' જેવી ફિલ્મોમાં તેના અભિનયથી સુર્યા દર્શકોના દિલ પર  રાજ કરે છે. આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની કિંમત 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કપલ ઈચ્છે છે કે તેમના બાળકો મુંબઈમાં ભણે અને તેમણે અહીં એડમિશન પણ કરાવી લીધું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!