• અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ-2022થી સન્માનિત કરાશે

  રાષ્ટ્રીય 27-9-2022 11:04 AM
  • 22 વર્ષ બાદ મહિલા અભિનેત્રીને સન્માન, 69 વર્ષની કારકિર્દીમાં 95થી વધુ ફિલ્મમાં અભિનય કર્યો
  દિલ્હી
  આન મિલો સજના’ અને ‘કટી પતંગ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર બોલિવૂડની દિગ્ગજ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022’થી સન્માનિત કરવામાં આવશે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર આશા પારેખને બોલિવૂડમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માનિત કરવામાં આવશે.

  આશા પારેખ હિન્દી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેણે ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે 1952માં આવેલી ફિલ્મ ‘મા’થી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, બાળ કલાકાર તરીકે, તેણે આસમાન, ધોબી ડોક્ટર, બાપ બેટી જેવી ફિલ્મોમાં કામ કર્યું. 1959 માં, તેણે શમ્મી કપૂરની વિરુદ્ધ ફિલ્મ ‘દિલ દેકે દેખો’ સાથે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં આશા પારેખને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી પીઢ અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તીસરી મંઝીલ, પ્યાર કા મૌસમ, મેરા ગાંવ મેરા દેશ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. સરકાર દ્વારા આયોજિત ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કારોથી અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2012 માં, હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ખલનાયક અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી, 2013માં ગીતકાર ગુલઝાર, 2014માં શશિ કપૂર, 2015માં મનોજ કુમાર, 2017માં વિનોદ ખન્ના, 2018માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વર્ષ 2021માં સાઉથ અને હિન્દી સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતને હિન્દીમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

  આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. 1999માં ‘સર આંખો પર’ તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1992માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.
અન્ય સમાચારો...
Image
ઓડિશામાં દેખાતો પાંખોવાળો કાચબો ગુજરાતની નદીમાંથી મળ્યો
image
 ભરૂચના હાંસોટના ઈલાવ ગામ નજીક પસાર થતી કીમ નદીમાં માછીમારની જાળમાં ઓલિવ રીડલી પ્રજાતિનો કાચબો ફસાયેલો મળી આવ્યો હતો. ઓડિશાના દરિયાકિનારે  પ્રજનન માટે આવતો ઓલિવ રીડલી કાચબો દરિયાના કિનારે ઈંડા મુકે છે. ખારાશવાળા પાણીમાં જીવન વિતાવતો  ઓલિવ રીડલી કાચબા મીઠા પાણીની ખાડીમાં કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે. હાંસોટના ઈલાવ  ગામના માછીમારે કીમ નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા. આ સમયે તેમની  જાળમાં એક કાચબો ફસાઈ ગયો હતો. આ પાંખવાળો કાચબો જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આ કાચબાને જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ કાચબો ઓડિશાના દરિયા કિનારે તટ ઉપર પ્રજનન માટે આવતા ઓલિવ રીડલી પ્રજાતિનો કાચબો છે. ઓલિવ રીડલી કાચબા સમુદ્રના ખારાશવાળા પાણીમાં વસવાટ કરે છે. તેઓ દરિયાના કિનારે આવીને ઈંડા મુકતા હોય છે.