• બોલીવુડ છોડી સાઉથ તરફ આગળ વધી અભિનેત્રી મૃણાલ ઠાકુર
    મુખવાસ 20-3-2023 12:52 PM
    ગયા વર્ષે સીતા રામમ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર અને શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્મમાં નજરે મળેલી મૃણાલ ઠાકુર હવે સાઉથમાં પગ જમાવવા આગળ વધી છે. તેણે હાલમાં જ હૈદરાબાદમાં એક ઘર  ખરીદી લીધું છે. ત્યાર પછી ચર્ચાઓ  થઈ ગઈ છે કે મૃણાલ હવે સાઉથને પોતાનું વર્ક સ્ટેશન બનાવવા મક્કમ થઈ  છે. તે તાજેતરમાં અક્ષય કુમાર સાથે સેલ્ફી ફિલ્મમાં જોવા મળી હતી આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ હતી.   તેણે પોતાના કરિયરની શરૂઆત 2012 માં  હિન્દી ફિલ્મ લવ સોનિયા થી કરી હતી.  આ દરમિયાન મૃણાલે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. બોલીવુડ ની વાત કરીએ તો  સુપર 30, બાટલા હાઉસ, તુફાન, ધમાકા જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ આ ફિલ્મો ખાસ સફળ ન રહી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!