• ફિલ્મ ‘એનિમલ’માંથી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક આઉટ, ગીતાંજલિના રોલમાં જોવા મળશે
    મુખવાસ 23-9-2023 11:58 AM
    અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વર્ષ 2023ની મોસ્ટ એવટેડ ફિલ્મોમાંની એક છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકો ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર અભિનેતાના જન્મદિવસે 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવનાર છે. ત્યારે આજે ફિલ્મની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.ટી-સિરીઝના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં ફિલ્મ એનિમલમાંથી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે. ફિલ્મના પોસ્ટરમાં રશ્મિકા ગીતાંજલિના રોલમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે. હાલમાં જ ફિલ્મના ટીઝર ડેટની રિલીઝ સાથે રણબીર કપૂરનો લુક પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં અભિનેતાનો ઈન્ટેન્સ લુક જોવા મળ્યો હતો.

    સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના, અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ પણ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મની કહાની સંદીપે જ લખી છે અને તે ફિલ્મને એડિટ અને કો-પ્રોડ્યૂસ પણ કરશે. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાના ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.