• અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરના ભાવમાં 12 દિવસમાં 60%નો ઘટાડો
    ગુજરાત 6-2-2023 09:18 AM
    અદાણી ગ્રુપની તપાસની માગણીને લઈને સોમવારે સંસદથી લઈને રોડ સુધી હંગામો થવાની શક્યતા છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધપ્રદર્શન કરી રહી છે. સંસદમાં આજે હંગામો થવાની સંભાવના છે. વિપક્ષનું કહેવું છે કે અદાણી સિવાયનો કોઈ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે નહીં. આજે સોમવારે સવારે શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરના ભાવ 5% સુધી તૂટ્યા હતા. એ 1500 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, બ્રિટિશ લેન્ડર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રુપના બોન્ડ લેવાનું બંધ કરી દીધું છે. અગાઉ સિટીગ્રુપ અને ક્રેડિટ સુઈસ બેંક પણ આ કામ કરી ચૂકી છે. અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રુપના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર 12 દિવસમાં લગભગ 60% જેટલો ઘટ્યો છે. આ પહેલાં શુક્રવારે કંપનીના શેરમાં 35%નો ઘટાડો થયો હતો. જોકે આ પછી શેરમાં રિકવરી આવી અને એ માત્ર 2.19%ના ઘટાડા સાથે રૂ. 1,531 પર બંધ થયો. શેરમાં નીચલા સ્તરેથી 50%ની રિકવરી જોવા મળી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!