• વસિયતનામું કરવાના ફાયદા
    નારણપુરાથી પુષ્પાબેન તેમની મિલકતોનું વીલ યાને વસિયતનામું બનાવવા માંગે છે તો આ અંગે વીલ યાને વસીયતનામા કરવા માટે શું શું ધ્યાને રાખવું તેની માહિતી માગેલ છે તો તે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવવાનું કે, હાલના મહામારીના યુગમાં જે રીતે વ્યક્તિઓના મનમાં મૃત્યુનો ડર પેદા થયેલો છે અને તેના મનમાં તેના મૃત્યુબાદ તેની મિલકતોનો વારસો યોગ્ય વ્યક્તિને કઈ રીતે પ્રાપ્ત થાય? શું તેના મૃત્યુ બાદ તેની મિલકતો રફે-દફે તો નહીં થઈ જાયને? તેની મિલકતો તેના મૃત્યુબાદ અઇચ્છિત વ્યક્તિના હાથમાં તો જતી નહીં રહે ને તેના મૃત્યુબાદ મિલકતોના વ્યવસ્થાના અભાવે વારસદારો વચ્ચે ઝઘડા તો નહીં થાય ને? શું તેના વારસદારો તેની મિલકતોની વહેંચણી અંગે કોર્ટ કચેરીઓમાં તકરારો તો નહીં કરે ને ? અને આવા અનેક પ્રશ્નોના કારણે અમીર-ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકો વીલ યાને વસીયતનામું બનાવતા થયાના અસંખ્ય કિસ્સાઓ સામે આવેલા છે જેથી જાહેર જનતાને વીલ યાને વસીયતનામા અંગે યોગ્ય માહિતી મળી રહે તે હેતુથી આપણે આજના આર્ટીકલમાં વીલ યાને વસીયતનામા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી વ્યક્તિના અવસાનબાદ તેની સ્થાવર-જંગમ મિલકતો રફે દફે ના થાય અને તેની ઇચ્છા મુજબના વારસદારોને તેની મિલકત મેળે તે માટે વીલ યાને વસિયતનામા સંબંધી ઉપયોગી માર્ગદર્શન મેળવીશું. જેથી વ્યક્તિ પોતાના અવસાનબાદ પોતાની મિલકતોની વ્યવસ્થા સારી રીતે અને સરળતાથી કરી શકે. વીલ બનાવવા વિશે જો કોઈ ગેરફાયદો હોય તો એ છે કે વીલ બનાવ્યા પછી માનસિક રીતે વ્યક્તિને એમ લાગે છે કે તે પોતાની બધી જ મિલકતો બીજાને આપી બેઠો છે તેથી તેનામાં તેનો જીવવાનો રસ ઉડી જાય છે અને વહેલો મૃત્યુને આધીન થાય છે જો કે આ માત્ર માન્યતા જ છે. બહુ જ ઓછા કિસ્સામાં આવું બનતું હોય છે. પરંતુ સમય પહેલા મૃત્યુ માટેનું એક સાયકોલોજીકલ કારણ હોઈ શકે. પરંતુ વીલ - વસીયતનામા એટલે શું?

    સામાન્ય વ્યાખ્યાઃ કોઈપણ પુખ્ત વયની તેમજ સ્વસ્થ મગજ ધરાવતી વ્યક્તિએ એના મત્યુ સમયે અથવા મૃત્યુબાદ અમલમાં લાવવા ધારેલા એના ચોક્કસ ઇરાદાની વિધિમાન્ય રીતે કરેલી જાહેરાત કે પ્રસિદ્ધિ એટલે વીલ યાને વસીયતનામું તેમાં કોડીશીલ યાને પુરવણી વીલનો સમાવેશ થઈ જાય છે. વ્યક્તિ પોતાના મૃત્યુ પછી એણે પોતે વીલમાં દર્શાવેલ એની વ્યવસ્થા યાને ઇરાદો અમલી અને અસરકારક બની રહે તેવું દરેક વસીયતકર્તા ઇચ્છતો હોય છે અને આપણા કાયદાએ એની ઇચ્છાને માન્ય રાખી છે.
    વ્યક્તિના મૃત્યુબાદ તેની મિલકતોનો વારસો કોણ લેશે તેવી સ્પષ્ટતા કરતો દસ્તાવેજ એટલે જ વીલ. વ્યક્તિ મૃત્યુ પામે કે તરત જ તેનું વીલ અમલમાં આવે છે. વ્યક્તિ પોતાની હયાતી દરમ્યાન તેના છેલ્લા શ્વાસ સુધી પોતે ઇચ્છે એટલી વખત વીલ બદલી શકે છે તેમાં ફેરફાર કરી શકે છે અને રદ પણ કરી શકે છે એટલે જ વીલને એમ્બ્યુલેટરી (ફેરફાર કરી શકાય તેવું) કહ્યું છે. વીલનો અમલ વ્યક્તિના અવસાન બાદ જ કરવાનો હોઈ તેવું વીલ રજુ કરવા કોર્ટ વીલ કરનાર વ્યક્તિને આદેશ આપી શકતી નથી. વીલ વિષેની તકરાર વીલ કરનાર વ્યક્તિના મૃત્યુ પછી જ લઈ શકાય છે અને થતી હોય છે. વીલ એ એક ગુપ્ત દસ્તાવેજ છે કે જે વિષે એ જ કર્તાને અદાલતમાં રજૂ કરવા માટેનો  આદેશ આપી શકાતો નથી. કારણ કે જ્યારે વીલ અમલી બને છે ત્યારે તેનો કર્તા અવસાન પામેલ હોય છે. તેથી જ એવું કહ્યું છે કે વીલ એના કર્તાની મૃત્યુ શય્યા પરથી બોલવાનું શરૂ કરે છે જેથી વીલ કર્તાના કુટુંબમાં અથવા સગાવહાલામાં કોઈ ગુચવણ કે શંકા ઉપસ્થિત થતી નથી. (ક્રમશઃ)
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!