• સલાહ-સૂચન : જમીન ધારણ કરનાર ખેડૂત ખાતેદારના હકો અને જવાબદારીઓ

     ગાંધીનગર જિલ્લાના ધણપ ગામેથી લાલભાઈ પ્રશ્ન પુછે છે કે તેઓ ખેતીની જમીન ધારણ કરે છે પરંતુ આ ખેતીની જમીન પરત્વે એક ખેડૂત તરીકે અમારા શું હકો હોઈ શકે તેમજ અમોને કયાં હકો મળતા નથી તેમજ ખેતીની જમીન પરત્વે અમારી શું શું ફરજો કે જવાબદારી હોઈ શકે

     

    લાલભાઈ આપ ગુજરાત મેઈલના નિયમીત વાચક છો અને અમારા આર્ટીકલ્સ વાંચીને અમારી સાથે ચર્ચા-વિચારણા કરતા હોવ છો આજે પણ આપે ખૂબજ મહત્વનો પ્રશ્ન કરી તે અંગે માહિતી માંગેલ છે જે અંગે ચર્ચા કરતાં અગાઉ આપણે જમીનની શું વ્યાખ્યા, ખેડૂત ખાતેદાર કોને કહેવાય, જમીનની માલીકી કોની કહેવાય? જમીનનો કબજો કાયમી ધોરણે રાખી શકાય? જમીનમાં આવેલ ઝાડ જેવા કે સાગ, સીસમ, સુખડની માલિકી કોની ગણાય ? જમીનમાંથી માટી લઈ શકાય કે નહી? પોતાની જમીન વેચાણ બક્ષીસથી તબદીલ કરી શકાય કે નહીં? જમીન ઉપર લોન મેળવી શકાય કે કેમ? પોતાની જમીનમાં મીઠું પકવી શકાય કે નહીં? ઇટવાડો કરી શકાય કે નહીં? ખેતીની જમીનમાં બાંધકામ કરી શકાય કે નહીં? જમીનમાં ખાણ કે ખનીજ નીકળે તો તેનો હક કોનો? વિગેરે બાબતોની વિચારણા કરવી જોઈએ. 

     

    ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1879” ની કલમ-3 મુજબ “જમીન” શબ્દમાં જમીનમાંથી પ્રાપ્ત થતાં ફાયદાનો અને જમીનને સયુંકત વસ્તુનો અથવા જમીનને સપુત કોઈપણ વસ્તુ જોડે કાયમી જોડાયલી વસ્તુનો, અને ગામોના અથવા પ્રદેશના નક્કી ક૨ેલા બીજા ભાગોની મહેસુલના અથવા ગણોતના હિસ્સાનો અથવા તેની ઉપર નાંખેલા બોજાનો પણ સમાવેશ થાય છે. આ જમીનની વ્યાખ્યાને ગણોતધારા મુજબ વિચારીએ તો, “જમીન” એટલે-(ક) ખેતીના હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી હોય અથવા તેવી રીતે ઉપયોગમાં લેવાતી હોય પણ પડતર રાખી હોય તેવી જમીન અને તેમાં એવી જમીન સાથે જોડાયેલા ખેતર ઉપરના ઘરોની જગાનો સમાવેશ થાય છે. 

     

    આ ઉપરાંત ગણોતધારામાં જમીનની વિસ્તૃત ચર્ચા ગણોતધારાની કલમ-2 (4)માં કરવામાં આવેલી છે. આવી ખેતીની જમીન ધારણ કરનાર કે જેનું નામ મહેસુલ રેકર્ડમાં ગામ નમુના નં. 7 તથા 12 મા તેમજ ગામ નમુના નં. 8–અ માં કબજેદાર તરીકે અધિકૃત રીતે દાખલ થયેલ હોય તેવા જમીન ધારકને ખાતેદાર ગણી શકાય. 

     

    આ ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1879ના ધારા મુજબ ખેડૂત જે કોઈ જમીન ધારણ કરે છે તેના માલીક તે પોતે નથી આવી માલીકી સરકારની હોય છે. ખેડૂત ખાતેદાર તેવી જમીનનો ફકત અને ફકત કબજેદાર જ ગણાય અને એટલે જ ગામ નમૂનાનં.7 તથા 12માં કે સીટી સરવે પ્રોપર્ટી કાર્ડમાં માત્ર કબજેદાર કે ધારણકર્તાજ લખવામાં આવે છે આવી તમામ જમીનોની માલીકી સરકારનીજ હોય છે અને ખેડૂત ખાતેદાર કે ધારણકર્તાને ફકત તેનો ઉપયોગ કરવા દેવામાં આવે છે અને તેના બદલામાં સરકારને મહેસુલ ચુકવવાનું હોય છે. આવી જમીનમાંથી ખાતેદાર માટી પણ લઈ શકતા નથી તેના માટે સ૨કા૨ની અગાઉથી પરવાનગી મેળવવી પડે છે આ અંગે રોયલ્ટી પણ ચુકવવી પડે છે. 

     

    આમ જમીનના માલીકી હકકો સરકારનાજ હોય છે જનતા ખેડૂત ખાતેદાર તરીકે ફકત ધારણકર્તાજ હોય છે.  ખાતુ એટલે ખાતેદારે ધારણ કરેલી જમીનનો ભાગ જમીનના સહધારણ કરનારાઓ અથવા સહખાતેદારો એટલે જે ધારણ કરનારાઓ અથવા ખાતેદારો સહ હિસ્સેદારો તરીકે જમીન ધારણ કરતાં હોય પછી તે હિન્દુ લૉ મુજબ અવિભક્ત કુટુંબમાંના સહહિસ્સેદારો હોય કે બીજી કોઈ રીતે હોય. 

     

    જેમના ભાગોના ચોકકસ હિસાબો પાડવામાં આવ્યા ન હોય તેવા ધારણ કરનારાઓ કે ખાતેદારીને તેમની જમીન પરત્વેના હકોનો વિચાર કરીએ તો આવા ખાતેદાર કે ખાતેદારો આવા જમીન ધારણ કરનાર ખેડૂત ખાતેદારો પોતાની જમીનોનો કબજો કાયમી ધોરણે રાખી શકે છે તેમાં તેને ખેતી કરવાનો તેની ઉપજ-નિપજ લેવાનો તથા આવી જમીનમાં ઉપજ-નિપજ વધારવા સુધારા-વધારા કરવાનો હક છેઆવી જમીનમાં ઉપજ-નિપજ વધા૨વા સુવિધાઓ જેવી કે ખેતી ઉપયોગી મકાન બનાવવાનો કુવાઓ ખોદવાનાપાણી મેળવવાનો તથા તેવું પાણી ખેતી કામ માટે વાપરવાનો હક છે ખેડૂત ખાતેદારોની જમીન વરસાદને કારણે કે પુ૨ના પ્રવાહને કારણે કે નદી નાળા પ્રવાહને કારણે જમીન ધોવાઈ જાય તો અડધા એકર કરતાં વધુ જમીન હોય તો તે પુરતું મહેસૂલ કમી કરવાનો હક છેખેડૂત ખાતેદારની જમીનમાં ઝાડો (વૃક્ષઆવેલ હોય તે પૈકી સાગસીસમ અને સુખડની માલીકી સરકારની છે પરંતુ તે સિવાયના બીજા ઝાડો (વૃક્ષખેડૂત ખાતેદાર પોતાની જમીનમાં આવેલા હોય તો જે તે ગ્રામ પંચાયતની પરવાનગી લઈને કાપી શકે છેઆ સિવાય ગામના માટે નીમ થયેલા ગૌચરમાં પોતાના ઢોર-ઢાંખર ચરાવવા હકક ધરાવે છેઆ સિવાય ખેડૂત ખાતેદાર પોતાની જમીનનુ સામે ખેડૂત હોય તેવી વ્યક્તિને વિલથી આપી શકે છેઅગર સામે ખેડૂત હોય તેવી વ્યક્તિને વેચાણબક્ષિસ કરી શકે છે તેમજ પોતાની જમીન સામે કોઈપણ સહકારી મંડળી અથવા બેંક પાસેથી ધિરાણ મેળવી શકે છેજો ખેડૂત ખાતેદારની જમીન નવી શરતની કે પ્રતીબંધિત સત્તા પ્રકારની હોય તો જુની શરતમાં ફેરવી શકે છેઆ અંગે પ્રિમીયમની રકમ ભરી છેપોતાની જમીન બિનખેતી પણ કરાવવાનો હક છેપોતાની જમીનમાં સેટલમેન્ટ સુધીમાં આકારમાં વધારો થતો હોય તો તે સામે વિરોધ કરી આકાર ઓછો કરાવવાનો હક છેખેડૂત ખાતેદારો તેમની જમીનોની અંદરો અંદર વહેંચણી કરી શકે છેપોતાના સંતાનો ખેતી કામમાં મદદ કરતાં હોય તો તેમને સહખાતેદાર બનાવી શકે છેખેડૂત ખાતેદાર પોતાની જમીનમાં ખેતમજુરી રાખી શકે છેગણોતીયાના ગુણોત હક સમાપ્ત કરાવવાનો હક છેખેડૂત ખાતેદાર પોતાની જમીનોના કાયદાની મર્યાદાઓને આધીન અલગ-અલગ સર્વે નંબરી કે બ્લોક નંબરોનું એકત્રીકરણ કરવાની કે વિભાજન કરવાનો હક છેતેમજ જમીન ટોચ મર્યાદાધારા પણ ગુજરાત રાજ્યમાં ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ પ્રમાણે એક વ્યક્તિ 54 એકર જેટલી જમીન ધારણ કરી શકાય છે.



    જમીન ધારણ કરનાર ખેડૂત ખાતેદારોને કયાં હકકો નથી

    ખેડૂત ખાતેદારો પોતાની ધા૨ણ ક૨ેલી જમીનમાં મંજુરી વગરના કોઈપણ કાર્યો કરી શકતા નથીપોતાની જમીનમાં મંજુરી વગર મીઠું પકવી શકતા નથીઈટવાડો કરી શકતા નથી ખેતી ઉપયોગ સિવાયનું કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકતા નથીપોતાની જમીનમાંથી સરકારની પૂર્વ ૫૨વાનગી મેળવ્યા સિવાય માટી કાઢી શકતા નથીખેડૂત ખાતેદારની જમીનમાં ખાણ કે ખનીજ ઉપર કોઈ હક નથીખેડૂત ખાતેદ૨ને પોતાની જમીનમાં જે હેતુના ઉપયોગ માટે પરવાનગી મળી હોય તે સિવાયની કે તે વિરૂધ્ધની કોઈપણ જાતનો ઉપયોગ કરવાનો હક નથીઆ સિવાય ખાતેદારની જમીન પબ્લીક ૫૫ર્ઝ માટે રાખવામાં આવેલ હોય તો આ જમીનના અંદરના ખરાબા ખેડવાની ખાતેદારને હક નથીવળી પ્રતીબંધિત સત્તાવાળી કે નવી શરતની જમીન હોય તો યોગ્ય સત્તાધિશની મંજુરી વગર વેચાણ કરવાનો હક નથી તથા પોતાની જમીન બિનખેડૂતને પૂર્વ પરવાનગી વગર વેચાણબક્ષિસવિનિયમ કે અન્ય રીતે ટ્રાન્સફર કરવાનો હક નથી તેમજ બિનખેડૂતની તરફેણમાં વિલ યાને વસીયતનામાથી આપવાનો પણ હકક નથીખેડૂત ખાતેદારને જમીન ધરાવવાની બાબતમાં નિયત કરેલ ટોચમર્યાદાથી વધુ જમીન ધારણ કરવાનો હકક નથીતેમજ ખેતીની જમીનના ટુકડો પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતોના અધિનિયમ વિરૂધ્ધ કોઈપણ કાર્યવાહી કરવાનો હકક નથીખેડૂત ખાતેદારને તેની જમીનમાં આવેલા વૃક્ષો અનઅધિકૃત રીતે કાપવા સાથે પ્રતિબંધ ફરમાવેલ છેત ખાતેદાર પોતે અનુસૂચિત આદિજાતીની વ્યક્તિ હોય ત્યારે તેનું વેચાણ મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ-73 (કકની જોગવાઈ વિરુદ્ધ કરવાનો હકક નથીખેડૂત ખાતેદારને પોતાની જમીનને ખેતી માટે નકામી બનાવી દેવાનો હકક નથી કે પોતાની જમીનનો ઉપયોગ અન્ય નફા માટે ખોદકામ કરવાનો હકક નથીવળી ખેતીની જમીન ધરાવતા ખાતેદારો અલગ-અલગ સત્તા પ્રકાર હેઠળ જમીન ધારણ કરતા હોય છે જેમ કે જુની શરતની જમીનનવી શરતની જમીનગણોતધારાની જમીન, 73 એએ આદીવાસી જમીનબિનખેતીની જમીન અને તે રીતે તેમના જમીનના સત્તા પ્રકાર મુજબના તેમના હકકો અને જવાબદારીઓ રહે છેજુની શરતની જમીન ધારણ કરતા હોઈએ તો તે જમીન ખેડૂત પોતાનું દિલ ચાહે તે રીતે વાપર-ઉપયોગવહીવટ કરી શકે છેઆ પ્રકારની જૂની શરતની જમીન તેઓ વેચાણ, બક્ષિસ કે અન્ય રીતે ટ્રાન્સફર કરી શકે છે પોતાની જમીન ઉપર લોન પણ મેળવી શકે છે અને આ જમીનો તબદીલ કરવા અંગે વેચાણ લેનાર ખેડૂત હોય તો સરકારની કોઈપણ મંજુરી મેળવવાની રહેતી નથીપરંતુ નવી શરતની જમીનનો સત્તા પ્રકાર હોય તો આવી જમીન સરકારની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય તબદીલ કે વેચાણ કરી શકાતી નથી કે હેતુફેર કે ભાગલા પાડી શકાતા નથી.



    ખેડૂત ખાતેદારની પોતાની જમીનો પરત્વેની ફરજો તથા જવાબદારીઓમાં પોતાની જમીનું મહેસુલ નિયમિત ભરવું જોઈએપોતાની જમીનની યોગ્ય જાળવી કરવી જોઈએ પોતાના ખાતાની જમીનના હદનિશાનની જાળવણી રાખવી જોઈએ અને જયારે જ્યારે મહેસુલી ખાતાઓ દ્વારા અધિકારીઓ સ્થળ ઉપર કે તેમની કચેરીમાં હાજર રહેવા ફરમાવે ત્યારે હાજર રહી પોતાની પાસે આવેલ રેકર્ડઝવિગતો તેવા અધિકારીને પૂરી પાડવી જોઈએતેમજ પોતાની જમીનની માપણી વખતે કે તે અધિકારીને માપણી અર્થે વાવટા પાડનાર માસો પૂરા પાડવા જોઈએ તેમજ મંત્રી કે બીજા મહેસુલી અધિકારી બોલાવે કે મદદ માંગે ત્યારે હાજર થઈ મદદ કરવાની જવાબદારી છે અને તેવા સમયે જે કાંઈ માહિતીદસ્તાવેજો કે અન્ય કાગળોની માંગણી થયે તે રજૂ કરવાની ફરજ છેપોતાની જમીનમાં સમયે સમયે થતાં ફેરફા૨ીની નોંધી જેવી કે ખાતેદારના મરણ સમયેવારસાઈવહેંચણી વિગેરેની નોંધણી કરાવી મરનાર વ્યક્તિનું નામ કમી કરાવવાની ફરજ છે તેમજ પોતાની જમીન ટોચમર્યાદા કરતા વધી ના જાય તેમજ મેળવેલ ધિરાણના સમયસર હપ્તા ભરી તેવું ધિરાણ પરત કરવાની જવાબદારી છે.

     

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!