• ધોનીની ટીમમાં આફ્રિકન ખેલાડ઼ી સિસાંદા મગલા સામેલ
    સ્પોર્ટ્સ 20-3-2023 01:17 PM
    • ચેન્નાઈ સુપર કિંગ્સમાં કાઈલ જેમિસનનુ સ્થાન લેશે
    ચેન્નાઇ

    ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં કાઇલ જેમિસનનાં સ્થાને દક્ષિણ આફ્રિકાનાં ખેલાડી સિંસાદા મગલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બરાબર 11 દિવસ બાદ ક્રિકેટનો જબરદસ્ત જંગ જામશે.  દુનિયાભરના સ્ટાર ક્રિકેટરો ભારતમાં શાનદાર પ્રદર્શન કરતા નજર પડશે. વાત IPL 2023 ની શરુઆતની છે. 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની શરુઆત થશે. સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજાના આમને સામને થશે. બંનેની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરુઆત થશે. સિઝનની શરુઆત પહેલા જ મોટા ભાગની ટીમોએ ઈજાની પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સિસાંદા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર છે. આ માટેની જાણકારી ટ્વીટ કરીને ચેન્નાઈએ ફેન્સને આપી છે. ઉલ્લેખનીય છે કે, મગાલાએ 2022ના આઈપીએલ ઓક્શનમાં પોતાનુ નામ રજીસ્ટર કરાવ્યુ હતુ, પરંતુ તેમાં કોઈએ તેને પોતાની સાથે જોડ્યો નહોતો.તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં SA20 લીગ ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. આ દરમિયા મગાલાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જે તેને ફળ્યુ હોય એમ સીધો જ ધોનીની ટીમનો હિસ્સો બન્યો છે. ચેન્નાઈએ તેને 50 લાખ રુપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. મગાલા દક્ષિણ આફ્રિકાની ટી20 લીગમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે રમયો હતો અને જેમાં તેણે 12 મેચ રમીને 14 વિકેટ ઝડપી હતી. તે સનરાઈઝર્સના સફળ બોલરો પૈકીનો બીજો હતો. સનરાઈઝર્સ ટીમ પ્રથમ સિઝનનુ ટાઈટલ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. ફાઈનલ મેચમાં મગાલાએ 30 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!