• ધો.10માં નાપાસ થયા બાદ પુનઃપ્રવેશની જોગવાઈ રદ કરાઈ
    મુખ્ય શહેર 27-9-2022 11:20 AM
    • શિક્ષણ બોર્ડ દ્વારા જોગવાઈ રદ કરવામાં આવતા સંચાલક મંડળમાં રોષ
    અમદાવાદ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦માં નાપાસ થયા બાદ વિદ્યાર્થીને જે તે સ્કૂલમાં પુનઃ પ્રવેશની જોગવાઈ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરી દેવામા આવી છે. જેથી હવે વિદ્યાર્થીને સ્કૂલમાંથી ભણીને ફરી બોર્ડ પરીક્ષા આપવાની તક નહીં મળે. જોગવાઈ રદ થતા સંચાલકોની ફરિયાદ છે કે પુનઃપ્રવેશ ન થતા વર્ગોમાં સંખ્યા ઘટશે અને સ્કૂલો બંધ થશે. બોર્ડના આ નિર્ણય સામે સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે સંચાલક મંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરાશે અને ત્યારબાદ પણ જો નિરાકરણ નહીં આવે તો હાઈકોર્ટમાં પડકારવાનું પણ નક્કી કરાયું છે.

    ગુજરાત શિક્ષણ બોર્ડે માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા ધો.૧૦ના ૨૦ વિદ્યાર્થીઓને ધો.૧૦માં નિયમિત પ્રવેશ આપવા અંગેની સ્કૂલોની રજૂઆત બાબતે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ની જોગવાઈ મુજબ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની આખરી પરીક્ષામા નાપાસ થયા બાદ નોંધાયેલ સ્કૂલમાં જ એટલે કે પ્રથમવાર જે સ્કૂલમાંથી બોર્ડ પરીક્ષા ફોર્મ ભર્યુ હોય તેજ સ્કૂલમાં પુનઃ પ્રવેશ ૧૦ વિદ્યાર્થીની મર્યાદામાં જ અધિકારીની મંજૂરીથી આપી શકવાની જોગવાઈ હતી. પરંતુ સુધારેલા વિનિયમો મુજબ ધો.૧૦માં પુનઃ પ્રવેશની જોગવાઈ રદ કરવામા આવી છે.અગાઉ સ્કૂલો નાપાસ થયેલા વિદ્યાર્થીમાંથી ૧૦ વિદ્યાર્થીને ડીઈઓની મંજૂરીથી ધો.૧૦ના પ્રત્યેગ વર્ગમાં પ્રવેશ આપી શકતી હતી પરંતુ આ જોગવાઈ રદ થતા સંચાલકોએ વિરોધ કર્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!