• સુરતમાં રખડતા ઢોરને લઇને આક્રમક કાર્યવાહી કરાઇ
    મુખ્ય શહેર 20-1-2023 11:00 AM
    • રખડતા ઢોર મુદ્દે હવે દંડ નહીં પરંતુ સીધી રીતે ઢોરને પકડી લેવાશે
    સુરત

    સુરતમાં રખડતા ઢોર મામલે નિયમો બદલાયા છે. શહેરમાં રખડતા ઢોર મુદ્દે દંડ નહીં હવે સીધા જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કુલ 24 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  રખડતા ઢોરનાં મામલે  CCTV કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. મનપા દ્વારા 63 સ્થળ નક્કી કરવામાં આવ્યાં છે.

    ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ શરૂ થઈ ગયો છે. સુરતમાં પણ રસ્તા પર રખડતા ઢોર મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે.

    સુરત પાલિકાએ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સુરત મહાનગર પાલિકા હવે કેમેરાથી રખડતા પશુઓ પર નજર રાખશે. આ માટે શહેરના 63 સ્થળોએ કેમેરા લગાવવામાં આવશે.ઢોર જપ્તની કામગીરીના 10 દિવસ પછી રિવ્યૂ મીટિંગ પણ કરાશે. રખડતા ઢોર બાબતે કાયદેસર કાર્યવાહી અંગે પોલીસની મદદ લેવાશે. મહત્વનું છે કે, સુરત પોલીસ સાથે મિટિંગ કરી મનપાએ રખડતા ઢોર બાબતે ચર્ચા કરી છે.10 દિવસ પછી CM ભૂપેન્દ્ર પટેલ કામગીરીની સમીક્ષા કરશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!