• મત ગણતરી પૂર્વે સટ્ટા બજારમાં પણ કેટલીક બેઠકો પર ઉત્તારચઢાવની સ્થિતિ
    ગુજરાત વિધાનસભા 2022 7-12-2022 10:08 AM
    • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું ગણિત જળવાશે, મધ્ય અને દક્ષિણમાં ભાજપનો ભભકો
    અમદાવાદ

    એક્ઝિટ પોલ બાદ આજે સૌ કોઈની નજર મતગણતરી પર છે. તેમાં પણ પોલ ઉપરાંત સટ્ટા બજારમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જ્યાતિષ પણ રાજકીય ગણિતને લઈને આંકડાઓ માંડી રહ્યું છે તેમાં પણ સટ્ટા બજાર પર પણ મીટ માંડવામાં આવી રહી છે. 

    સટ્ટા બજાર પ્રમાણે જોવા જઈએ તો ખેડબ્રહ્મા, મહેસાણા, ઊંઝા, માણસા, અજાર, મોરબી, રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલની જીતની બુકીઓને આશા છે. વડોદરા શહેરની તમામ બેઠકોને બુકીઓ ભાજપની જીત માની રહ્યા છે.

    બુકીઓના મતે સુરત શહેરની 12માંથી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ખાતામાં જાય તેવી શક્યતા છે જ્યારે ભાજપને કચ્છ સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મળવાની શક્યતા છે. હાર્દિક પટેલની વિરમગામ બેઠક પર સૌથી વધુ દાવ અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર છે. આ ઉપરાંત ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર પર સટ્ટો વધુ લાગ્યો છે. સટ્ટાબજારમાં ભાજપ વલસાડ જિલ્લાની તમામ 5 અને ડાંગ જિલ્લાની 1 બેઠક જીતશે તે નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4માંથી 3 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બંને બેઠકો જીતવી ભાજપ માટે મુશ્કેલ છે.

    સટ્ટાબજારમાં વિસાવદરમાંથી હર્ષદ રીબડિયા, માણાવદરમાંથી જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત જામજોધપુરથી ચિરાગ કાલરીયા, ધોરાજી બેઠક પર લલિત વસોયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5માંથી 3 બેઠકો જીતવા માટે ભાજપ ફેવરિટ છે અને કોંગ્રેસ અને આપના એક એક ઉમેદવારો પણ પ્રબળ દાવેદાર છે.

    સટ્ટા બજારના મતે મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃત્યની જીત નિશ્ચિત છે, ટંકારા બેઠક પરથી લલિત કગથરા નજીવી સરસાઈથી જીતી શકે છે. પોરબંદર બેઠક જીતવા માટે અર્જુન મોઢવાડિયા ફેવરિટ છે જ્યારે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નિશ્ચિત છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!