• એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી જતી ફ્લાઈટમાં આગ લાગી, ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું,
    આંતરરાષ્ટ્રીય 3-2-2023 08:13 AM
    • કોઈ જાનહાનિ નહીં, તમામ યાત્રીઓ સુરક્ષિત
    અબુ ધાબી

    અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. જે પછી ફ્લાઈટને અબુ ધાબીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. જો કે, વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે.

    DGCAએ આ ઘટનાની પુષ્ટિ પણ  કરી અને એક નિવેદન રજૂ કરીને જણાવ્યું છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસની B737-800 VT-AYC ઓપરેટિંગ ફ્લાઇટ IX 348 અબુ ધાબી-કાલિકટમાં ટેકઓફ દરમિયાન એન્જિન નંબર એકમાં આગ લાગી હતી. તે સમયે વિમાન 1000 ફૂટની ઉંચાઈ પર હતું. આ પછી એરક્રાફ્ટને સુરક્ષિત રીતે અબુ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

    DGCAના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયાના જણાવ્યું અનુસાર જેવી જ ફ્લાઈટ ટેકઓફ થઈ અને એરક્રાફ્ટ 1000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે વિમાનના પાયલટે એક એન્જિનમાંથી સ્પાર્ક થતો જોયો, જે પછી તરત જ એરક્રાફ્ટને અબુ ધાબી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!