• અજયની ફિલ્મ ભોલા 31મીએ રજૂ કરાશે
    મુખવાસ 21-3-2023 08:38 AM
    અજય દેવગનની ફિલ્મ ભોલા 31મી માર્ચનાં દિવસે દેશભરમાં રજૂ કરાશે. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ નજરે પડનાર છે. ફિલ્મનાં એડવાન્સ બુકિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભોલા ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. એડવાન્સ બુકિંગ શરૂ થતાની સાથે જ ફિલ્મનાં 12 હજાર ટિકિટ વેચાયા છે. ફિલ્મ રજૂ થાય તે પહેલા જ ફિલ્મે 7.05 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. 10 દિવસમાં ભોલા રજૂ થઇ રહી છે. ફિલ્મનાં કલાકારો પ્રમોશનમાં વ્યસ્ત છે. અજય દેવગન ટ્વિટર પર ફેન્સને સતત ફિલ્મ અંગે માહિતી આપી રહ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!