• જામનગરનો આજી-3 ડેમને ફેબ્રુઆરીનાં અંતે ખાલી કરાશે

    મુખ્ય શહેર 12-2-2023 08:47 AM
    • આજી-3 ડેમના દરવાજાનું માર્ચમાં સમારકામ શરૂ થવાનું છે
    • નિયમિત પાણી મળી રહે તે માટે કોર્પોરેશને આયોજન કર્યું છે
    જામનગર

    જામનગર શહેરને પીવાનું પાણી નિયમિત રીતે મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજન છતાં લોકોમાં હાલમાં ચિંતા જોવા મળી રહી છે. જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-3 ડેમને ફેબ્રુઆરીના અંતે ખાલી કરશે.  આજી-3 ડેમના દરવાજાનું માર્ચમાં સમારકામ શરૂ થવાનું છે. જેને લઇ ફેબ્રુઆરીના અંતમાં ડેમ ખાલી કરવામાં આવશે. 

    તો બીજી તરફ ડેમ ખાલી થયા બાદ પણ નિયમિત શહેરને પાણી મળી રહે તે માટે કોર્પોરેશને આયોજન કર્યું છે. 

    ડેમ રીપેરીંગ માટે ખાલી થયા બાદ શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તે માટેનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.આજી-3 ડેમ જામનગર શહેરને દૈનિક 40 MLD પાણીનો જથ્થો પુરો પાડે છે.જેના વિકલ્પ માટે નર્મદામાંથી વધુ 20 MLD પાણી તથા અન્ય 20 MLD પાણી કેચમેન્ટ એરીયામાંથી કરાશે. 

    જે માટે ડેમની અંદર પમ્પિંગ મશીનરી ઈસ્ટોલેશન કરવામાં આવી છે.પાણી પુરવઠો ડેમ રીપેરીંગ માટે ખાલી થયા બાદ શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તે માટેનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!