• અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર
    વ્યાપાર 21-3-2023 12:42 PM
    • કંપનીના વાર્ષિક પ્લાનિંગ પ્રોસેસનો બીજા તબક્કો આ મહીનામાં પૂર્ણ થવાની આશા
    નવી દિલ્હી

    વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની અસર લંબાઇ રહી છે. કર્મચારીઓને છુટા કરવાની સ્થિતી યથાવત રહી છે. વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોને આર્થિક મંદીની આશંકાને ધ્યાનમાં લઈને 9000 સ્ટાફને જોબમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. આગામી કેટલાક સપ્તાહમાં તેઓ 9000 સ્ટાફને પાણીચું આપવા જઈ રહી છે. અમેઝોન ઈડબલ્યૂએસ, એડવર્ટાઈઝિંગ અને ટ્વિચ સેગમેન્ટમાંથી તેમા સ્ટાફની છટણી કરવા જઈ રહી છે. દુનિયાભરની ટેક કંપનીઓ આર્થિક સંકટને ધ્યાનમાં લઈને મોટા પાયે છટણી કરી રહી છે. ગ્લોબલ ઈ-કોમર્સ કારોબારની દિગ્ગજ કંપની અમેઝોને અત્યાર સુધીમાં 18000 સ્ટાફને નોકરીમાંથી બહાર કરી દીધો છે. અમેઝોનના સીઈઓ એંડી જેસીએ એક મેમોમાં કહ્યું છે કે, કંપનીના વાર્ષિક પ્લાનિંગ પ્રોસેસનો બીજા તબક્કો આ મહીનામાં પૂર્ણ થવાની આશા છે અને તેમા વધારાના સ્ટાફની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમેઝોન તેની રણનીતિ એરિયામાં નવા સ્ટાફની નિયુક્તિ પણ કરવાની છે.

    ફેસબુક, ગૂગલ અને ટ્વિટર જેવી અમેરિકી દિગ્ગજ આઈટી કંપનીઓમાં મચેલા કોહરામથી ભારતમાં પણ તે પ્રભાવિત થવાની અને રોજગાર છીનવાઈ જવાની આશંકા જતાવવામાં આવી રહી છે પરુંતુ, વિશેષજ્ઞોને આમ લાગતું નથી. જોબ માર્કેટના એક્સપર્ટનું કહેવું છે કે, અમેરિકામાં છટણીથી ભારતના યુવાઓ માટે સારી તક તૈયાર થશે અને ભારત આગામી સમયમાં નવું ટેલેન્ટ હબ બનીને ઉભરશે. અમેરિકી બેન્કોના ડૂબવાને તેમજ સ્વિટ્ઝરલેન્ડની ક્રેડિટ સુઈસના નાણાકીય સંકટના કારણે વૈશ્વિક સ્તર પર બજાર હલી ગયું છે. દિગ્ગજ કંપનીઓમાં કોસ્ટ કટિંગની આશંકા વચ્ચે દિગ્ગજ કંપની વોલ્ટ ડિઝનીના આશે 4 હજાર કર્મચારીઓની છટણીની તૈયારી થઈ ગઈ છે.કંપનીના મેનેજર્સે કર્મચારીઓને ચિહ્નિત કરવા કહ્યું છે કે જેને નોકરીમાંથી કાઢી શકાય. રિપોર્ટમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ડિઝની એપ્રિલ મહીનાના પહેલા સપ્તાહમાં સ્ટાફને કાઢવાની ઘોષણા કરી શકે છે. આ અગાઉ ગત સપ્તાહે મેટા અથવા ફેસબુકે પણ જાહેરાત કરી હતી કે તે 10,000 વધુ નોકરીઓમાં કાપ મૂકશે. અમેઝોને નવેમ્બર 2022માં 18000 સ્ટાફની છટણી કરવાનો નિર્ણય કર્યો હતો. સીઈઓ જેસીએ પહેલીવાર કહ્યું હતું કે, કંપનીમાં કેટલાક વિભાગોમાં અનેક પદ પર છટણી થશે અને વર્ષ 2023મા પણ આ સિલસિલો જળવાઇ રહેશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!