• ઇન્ટાસ ફાર્મા કંપનીની દવા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો
    મુખ્ય શહેર 3-6-2023 02:19 PM
    ગાંધીનગર

    ઇન્ટાસ ફાર્માની દવા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ઈન્સ્પેક્શન બાદ અમેરિકન ડ્રગ રેગ્યુલેટરીએ આ નિર્ણય લીધો છે. જેમાં એફડીએના અધિકારીઓએ અમદાવાદ આવી પ્લાન્ટની મુલાકાત બાદ આ નિર્ણય લેતાં કંપનીને પણ ફટકો પડ્યો છે.

    ગુજરાતની જાણીતી ઇન્ટાસ ફાર્મા એક ખાનગી માલિકીની કંપની છે અને તેનું વાર્ષિક આવક લગભગ રૂ ૨૫૦૦ કરોડથી વધારે છે. કંપની તેની કુલ આવકના ૭૦ ટકા વિદેશી બજારમાં દવાની નિકાસ ઉપરથી મેળવે છે. કંપનીની આ ચાલતી પ્રક્રિયા છે. હવે સાબિત કરવું મુશ્કેલ બને છે કે અહીં બનતી દવાઓ સલામત કે અસરકારક છે કે નહિ.

    અમેરિકાના એલર્ટ બાદ ગુજરાતની આ દવા કંપનીની દવાઓ સામે સવાલ ઉભો થયો છે. ગુજરાતમાં અમદાવાદમાં એસજી હાઈવે પર ઓફિસ ધરાવતી અને અમદાવાદમાં પ્લાન્ટ ધરાવતી આ કંપનીના અમદાવાદ પ્લાન્ટ પર એફડીએના અધિકારીઓ વીઝિટ માટે આવ્યા હતા. Intas pharmaના ભારતમાં ૧૧ અને વિદેશમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે.એફડીએના દવા ઉત્પાદન અંગેના એલર્ટ બાદ કંપનીએ અમેરિકન નિયમો અનુસાર કાયદાનું પાલન, પ્રક્રિયા અનુસાર ઉત્પાદન માટે દવા બની રહી છે તે સાબિત કરવું પડે છે.

    અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનીસ્ટ્રેશને (એફડીએ) અમદાવાદ સ્થિત દેશની અગ્રણી ફાર્મા કંપનીના પ્લાન્ટ ઉપરથી દવાઓની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એફડીએના ત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીના અમદાવાદ ખાતે આવેલ પ્લાન્ટની મુલાકાતે નવેમ્બર-ડિસેમ્બરમાં આવ્યા હતા. અમદાવાદ પ્લાન્ટમાં દવાના ઉત્પાદન વખતે જરૂરી ટેસ્ટ, દસ્તાવેજ જાળવણી સહિત ૧૧ જેટલા વાંધા અમેરિકા દ્વારા રજૂ કરાયા છે. આ પ્લાન્ટ ખાતે ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે.

    એફડીએના આ અધિકારીઓએ વીઝિટ લીધા બાદ ૩૬ પેજનો એક અહેવાલ બનાવ્યો છે. કહેવાય છે કે એ અહેવાલમાં કેટલીક ત્રુટીઓ દર્શાવી છે.  એફડીએના આ અહેવાલ અનુસાર દવાના ઉત્પાદન સમયે કરવામાં આવતા જરૂરી ટેસ્ટ, તેના દસ્તાવેજોની જાળવણી અને દવાના ઉત્પાદન સમયે બહારથી કોઈ ચીજની આડ અસર અંગે કંપનીએ યોગ્ય પ્રક્રિયા નથી રાખી એવી નોંધ કરવામાં આવીછે. એફડીએ તપાસમાં આ પ્રકારની નોંધ સૌથી ગંભીર ગણવામાં આવે છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટાસ દ્વારા આ પ્લાન્ટ ખાતે એફડીએ નિયમો અનુસાર જાળવવાના જરૂરી દસ્તાવેજોનો કર્મચારીઓએ નાશ કર્યો છે. જે જાળવવા એ અતિ જરૂરી છે. ફાર્મા ઉદ્યોગમાં એલર્ટ એટલે નિકાસ ઉપર રોક ગણવામાં આવે છે. આમ ગુજરાતી ઈન્ટાસ ફાર્માને અમેરિકા દ્વારા અમદાવાદ પ્લાન્ટમાં બનતી દવાઓની આયાત પર રોક લાગતાં સમગ્ર મામલો ગુજરાતમાં પણ ચર્ચામાં આવ્યો છે. ઈન્ટાસ ફાર્મા એ ગુજરાતની જાણીતી ફાર્મા કંપની છે. જેના અમદાવાદ પ્લાન્ટની જ એફડીએના અધિકારીઓએ વીઝિટ કરી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!