• ક્રૂડમાં અમેરિકાની મોનોપોલી તૂટી, વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર બનતું ભારત
    વ્યાપાર 7-2-2023 08:16 AM

    • રશિયા સાથેના જીયો પોલિટિકલ ઇશ્યુના કારણે ક્રૂડ પરનો વૈશ્વિક અધિકાર અમેરિકાનો પૂરો

    • રશિયાથી તેલની આયાત રેકોર્ડ સ્તરે, દરરોજ 1.27 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત

    • ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તુ ક્રૂડ ખરીદી વૈશ્વિક ઓઈલ માર્કેટમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા
    નવી દિલ્હી

    રશિયા સાથેના જીયો પોલિટિકલ ઇશ્યુના કારણે ક્રૂડ પરનો વૈશ્વિક અધિકાર અમેરિકાનો પૂરો થઇ ચૂક્યો છે. પરિણામે ક્રૂડમાં અમેરિકાની મોનોપોલી તૂટી, વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર ભારત બનવા જઇ રહ્યું છે. ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તુ ક્રૂડ ખરીદી વૈશ્વિક ઓઈલ માર્કેટમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી સમયમાં અમેરિકાની સ્થિતી વધુ ખરાબ આ સેગમેન્ટમાં થાય તેવા સંકેતો છે. અમેરિકા પાસે ક્રૂડનો સરપ્લસ સ્ટોક છે જેની સામે ડિમાન્ડ ઘટવા લાગી છે માટે ધારણા મુજબની પ્રાઇઝ ગેમ હવે રમી શકે તેમ નથી. જાન્યુઆરીમાં સતત ચોથા મહિને રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી પરંપરાગત પશ્ચિમ એશિયાના સપ્લાયર્સ કરતાં વધુ રહી છે. રિફાઇનરીઓ વધુને વધુ રશિયન ક્રૂડ ખરીદી રહી છે, જે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.

    ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તુ ઓઈલ ખરીદીને વૈશ્વિક ઓઈલ માર્કેટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારત રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદી આગળ યૂરોપ અને અમેરિકાને આપી રહ્યું છે. તેમ છતાં કેટલાક દેશો ભારતની ટીકા કરી રહ્યા છે, કારણ કે આ દેશોનું માનવું છે કે, ભારત દ્વારા આમ કરવાથી રશિયાની ઉર્જા આવકમાં ઘટાડો કરવામાં તેમને (પશ્ચિમી દેશો) સફળતા મળી રહી નથી. રુસો-યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા, ભારતની આયાતમાં રશિયન તેલનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. એનર્જી શિપમેન્ટ ટ્રેકર વોર્ટેક્સાના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં રશિયામાંથી ભારતની ક્ડની આયાત વધીને ૧.૨૭ મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ થઈ છે.

    આ રીતે ભારતની આયાતમાં રશિયન ક્રૂડ ઓઈલનો હિસ્સો વધીને ૨૮ ટકા થઈ ગયો છે. ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધોને પગલે રશિયન તેલ રાહત ભાવે ઉપલબ્ધ છે. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલાં, ભારતની આયાતમાં રશિયન ક્ડ તેલનો હિસ્સો માત્ર ૦.૨ ટકા હતો. ભારત તેની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે રશિયા સહિત વિશ્વના કોઈપણ જગ્યાએથી ક્રૂડની ખરીદી કરવાનું ચાલુ રાખશે.

     વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર ભારત બન્યું
    રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. યૂરોપ દ્વારા રશિયા પરના પ્રતિબંધો વધુ કડક કરાયા છે, ત્યારે આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર બની રહ્યું છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના બેન કાહિલે કહ્યું કે, અમેરિકી ટ્રેઝરી અધિકારીઓના બે મુખ્ય લક્ષ્ય છે - એક માર્કેટને સારી રીતે પુરવઠો મળતો રહે અને બીજુ રશિયાની ઓઈલ આવક ઘટી જાય... તેઓ જાણે છે કે, ભારત અને ચીન રશિયા પાસેથી રિફાઈનર્સ સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદી અને બજાર ભાવે ઉત્પાદનોની નિકાસ કરી મોટું માર્જિન કમાઈ શકે છે. જોકે આ બાબતથી તેમને કોઈ સમસ્યા નથી.

    એનર્જી બજારોને સ્થિર રાખવાનો લાભ ભારતને
    યૂરોપિયન સંઘની માર્ગદર્શિકા મુજબ ભારત નિયમોમાં રહીને કામ કરી રહ્યું છે. જ્યારે ભારત જેવા અન્ય દેશમાં રશિયન ક્રૂડને ઈંધણમાં પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારે આ ઉત્પાદનો યુરોપિયન દેશોમાં વિતરીત કરી શકાય છે, કારણ કે તેમને રશિયન મૂળના મનાતા નથી. ઘણા દેશોના અધિકારીની બેંગલુરુમાં થશે મુલાકાત અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું કે, રશિયાની આવકને મર્યાદિત કરવાથી ઊર્જા બજારોને સ્થિર રાખવાનો લાભ ભારત સહિત ઘણા દેશો ઉઠાવી શકે છે. દરમિયાન સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, અમેરિકા સહિત ઘણા દેશોની કંપનીઓના અધિકારીઓ સોમવારે બેંગલુરુમાં એક કોન્ફરન્સ યોજાશે. ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આ 3 દિવસીય ઉર્જા સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!