• અમુલ ઘીના ભાવમાં 30નો, બટરમાં ~10 વધારો ઝીંક્યો
    મુખ્ય શહેર 5-2-2023 11:46 AM
    • દહી બાદ હવે ઘી-બટરના ભાવમાં વધારો ઝીંકાયો
    ગાંધીનગર

    તીવ્ર મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો પર વધુ બોજ પડ્યો છે. કારણ કે દહી બાદ હવે અમૂલે ઘી અને બટરનાં ભાવમાં વધારો કરી દીધો છે. ગુજરાતની દૂધ વિક્રેતા અમૂલ ડેરીએ મસ્તી દહી બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે.  અમુલે ઘી અને બટરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. અમુલ ઘીના એક લિટરના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. તો અમુલ બટરનાં ભાવમાં 500 ગ્રામમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો અમુલ બટર 100 ગ્રામના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

    બટરના ભાવમાં સપ્તાહ પહેલા વધારો ઝીંક્યો હતો. તો અમુલ ઘીના ભાવમાં બે દિવસ પૂર્વે વધારો જાહેર કર્યો છે. અમુલ ઘી 1 લીટર નવો ભાવ 570 રહેશેઅમુલ ઘી 1 લીટર ટીન નવો ભાવ 555,અમુલ બટર 500 ગ્રામ નવો ભાવ 275,અમુલ બટર 100 ગ્રામ નવો ભાવ 54 કરાયો છે. અમુલે દહીંના ભાવમાં વધારો ઝીંક્યો હતો. અમૂલે મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!