• અમુલ હવે સ્નેકસ, કોલા, કુકીઝ, ઓર્ગેનિક ફ્રુટ સહિતની નોન ડેરી પ્રોડકટસમાં ઝંપલાવશે
    રાષ્ટ્રીય 21-3-2023 01:47 PM
    • અંબાણી, અદાણી, કોકાકોલાની ઉંઘ ઉડાડશે અમુલ! : કંપનીનો ગ્રોથ વધારવા આ જરૂરી: એમ.ડી. જયેન મહેતા

    નવી દિલ્હી

    અમુલ દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે. તેને ચલાવનારી કંપની ગુજરાત કે ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન હવે ડેરી પ્રોડકટ સિવાય અન્ય ઉત્પાદનોમાં પણ ઉતરવા માંગે છે, જેને લઈને અંબાણી, અદાણીની સાથે સાથે નેસલે, બ્રિટાનીયા, કોકાકોલા અને આઈટીસી જેવી જાયન્ટ કંપનીઓ સામે પણ પડકારો ઉભા થશે. મુકેશ અંબાણી બાદ હવે અમુલ દેશી બ્રાન્ડ કોલા બજારમાં ખળભળાટ મચાવવાની તૈયારીમાં છે.

    અમુલનું લક્ષ્ય પુરી રીતે ફુડ એન્ડ બેવરેજેજ કંપની બનવાનું છે. મતલબ રસોડામાં બનનારી દરેક ફુડ કેટેગરીમાં ઉતરવાનું છે. જેથી નેસલે, રિલાયન્સ, બ્રિટાનીયા, કોકાકોલા, આઈટીસી જેવી કંપનીઓ માટે પડકાર ઉભો થશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ક્ધઝયુમર પ્રોકડટસ 22 કરોડ રૂપિયામાં કેમ્પા કોલા ખરીદ્યા હતા. કંપનીએ માર્કેટમાં ત્રણ ફલેવર લોન્ચ કરી છે.

    અમુલના નવા એમ.ડી. જયેન મહેતાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ડેરી કંપનીનો કોર બિઝનેસ છે, પરંતુ ગ્રોથ માટે કંપની અન્ય કેટેગરીમાં ઉતરવા માંગે છે, અમે બધી એ ફુડ કેટેગરીમાં ઉતરવા માંગીએ છીએ જેનો ઉપયોગ ગ્રાહક કીચનમાં કરે છે. કંપની નોન ડેરી બવરેજેજ સ્નેકસ, પલ્ચેઝ, કુકીઝ, એડીબલ ઓઈલ, ઓર્ગેનિક ફ્રુટસ, ફ્રોઝન ફુડસમાં ઉતરવાની તૈયારીમાં છે. કંપનીના એમડીએ કહ્યું હતું કે કંપનીના ગ્રોથ માટે આ જરૂરી છે. અમને કોમ્પીટીશનની ચિંતા નથી.

     
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!