• તુર્કીની લોકપ્રિય અભિનેત્રીની મદદની અપીલ
    આંતરરાષ્ટ્રીય 7-2-2023 07:28 AM
    • ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાવુક પોસ્ટ શેર કરી અપીલ કરી
    અંકારા

    તુર્કીમાં ભૂકંપ બાદ ભારે તબાહી થઇ છે. હજારો લોકોનાં મોત થઇ ચુક્યા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે ત્યારે તુર્કી સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ બિરસે અકાલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં બિરસેએ પોતાના દેશની હાલત સમગ્ર દુનિયા સામે મૂકી છે. આ સાથે જ અભિનેત્રીએ સમગ્ર દુનિયાના લોકોને તુર્કીની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. અભિનેત્રીએ લખ્યુ, અમને જુદા-જુદા સૂત્રો તરફથી આંચકા લાગે તેવા સમાચાર મળી રહ્યા છે. તબાહીના સ્થળે 9 કલાક બાદ વધુ એક આટલો જ ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે 2861 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. 3 એરપોર્ટ ઉપયોગ લાયક રહ્યા નથી. તે વિસ્તાર અને તેની આસપાસના ગામમાં રોડ માર્ગે પહોંચવુ મુશ્કેલ છે. આ આંકડો વધવાની શક્યતા છે. હવે અંધારૂ થશે અને હિમવર્ષા પણ વધશે. અમે સમય સાથે રેસ લગાવી રહ્યા છીએ, અમારા શોધવાના અને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો પૂરતા નથી. આ સાથે જ અભિનેત્રીએ લખ્યુ, વીજળી નથી, કોઈની સાથે સંપર્ક કરી શકાતો નથી, નેચરલ ગેસ નથી, કોઈને શોધી શકાતા નથી અને બચાવી શકાતા પણ નથી, અમે પોતાના લોકોને બચાવી શકતા નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!