• સુરતની નવી સિવિલમાં વિકલાંગ બાળકો માટે કૃત્રિમ ગાર્ડન શરૂ કરાયું
    મુખ્ય શહેર 27-5-2023 11:20 AM
    • સેન્ટરમાં રોજ 35થી 40 બાળક આવે છે.
    સુરત

    સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રીતે દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી, જે હાલ પણ કાર્યરત છે. આ કેન્દ્રમાં ખાસ કરીને સાઉથ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ માનસિક વિકલાંગ બાળકો સારવાર માટે આવતા હોય છે. આવા બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને સેન્સર ડેવલપમેન્ટ થાય તે માટે પ્રથમ વખત એક કુત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યો છે.

    સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન અલગ અલગ રોગોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. એમાં પણ નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2016 માં માનસિક અને શારીરિક વિકલાંગતા સાથે જન્મ લેતા બાળકો માટે ડીઆઇસી થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. 2016 થી શરૂ કરવામાં આવેલા આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 56794 બાળકો એ સારવાર લીધી છે. અને તેમાંથી ઘણા બાળકો સારા થઈ પણ ગયા છે. આ અંગે સેન્ટરનાં ડો.હર્શિતાએ કહ્યું કે આ સેન્ટર 2016 માં શરૂ થયું હતું.

    આ સેન્ટરમાં એવા બાળકો આવે છે જે માનસિક રીતે વિકલાંગ હોય છે. તો કોઈ બાળકો શારીરિક રીતે ચાલી નથી શકતા એવા બાળકોને નહિ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આવા બાળકો માટે અમે પ્રથમ વખત આ સેન્ટરમાં કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે. આ પ્રથમ પ્રયાસ છે અમારો આ ગાર્ડન બનાવવાનું ખાસ કારણ એ છે કે આ બાળકોને અમે અલગ અલગ એકટીવીટી તો કરાવીએ જ છે પરંતુ ગાર્ડનમાં અમે જે સાધનો મૂક્યા છે જે કલાઈમ્બિંગ બધું જ મૂક્યું છે. બાળકોને અમે જ્યારે હીંચકો ખવડાવીએ ત્યારે તેઓના કાનમાં એક ફ્લડ વહેતું હોય છે. એક પાણી જેવું પ્રવાહી જે દરેકના કાનમાં હોય છે. હીંચકા ખાતી વખતે તેઓનું માઈન્ડએ રીતે સ્વિંગ થાય છે. અને તેઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.

    બીજો ઉદ્દેશ્યએ છે કે આવા બાળકો પબ્લિક ગાર્ડનમાં નથી જઈ શકતા. નોર્મલ બાળકો સાથે નથી રમી શકતા. માતાપિતા પણ તેઓને ગાર્ડનમાં લઇ જતા ગભરાય છે. આ માટે જ અમે અંહિ આ કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે. આ પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આ સેન્ટરમાં પ્રતિદિન 35 થી 45 બાળકો આવે છે. ઘણા બાળકો અહી સાજા થઈને જાય છે. ઘણા માતા પિતા તો આશા પણ છોડી દેતા હોય છે. એવા બાળકો પણ સારા થઈ જાય છે. હાલમાં જ એક માતાપિતા પોતાના બાળકને લઈને છેલ્લા 4 વર્ષ થી આવતા હતા. તેઓએ આશા પણ છોડી દીધી હતી. પરંતુ અમે તેની સારવાર અને થેરાપી ચાલુ રાખી હતી અને આજે તે બાળક સાજુ થઈ ગયું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!