• ‘કોંક્રિટ જંગલથી ફરી કુદરતના ખોળે લઈ જવાનો પ્રયાસ’ 

    સક્સેસ સ્ટોરી 14-10-2022 01:30 PM
    • અમદાવાદના આર્કિટેક બિઝનેસના યુવા ચહેરો એવા HPA ગ્રૂપના અનુશ્રી પટેલ પોતાના પ્રોજેક્ટથી લોકોને આપી રહ્યાં છે કુદરતનું સાનિધ્ય
    • મંકી ફોરેસ્ટ બાદ હવે ઝેન પ્રોજેક્ટમાં આજની પેઢીને આપવામાં આવે છે તમામ સુવિધાઓ જેનાથી તે માનસિકતાણમુક્ત વાતાવરણને માણી શકે
    • નિરવ શાંતિ, જંગલ, ઝરણાં, ધોધ, પક્ષીઓનો કલરવ, શુદ્ધ હવા, કુદરતના સાનિધ્યને માણવાનું એક માત્ર સરનામુ એટલે મંકી ફોરેસ્ટ અને ઝેન પ્રોજેક્ટ
    અમદાવાદ

    જીવન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ભાગદોડભર્યાં જીવનમાંથી તમારા માટે થોડો સમય બચાવવા ખૂબ મહત્વનો બની જાય છે. આ પૈકી કેટલોક સમય પરિવાર સાથે વિતાવવા અને કેટલોક સમય રાહતનો શ્વાસ લેવાની ઝંખના સૌ કોઈ કરે છે. કોંક્રિકના જંગલમાં જીવી રહેલા માનવને ફરી કુદરતના ખોળે અને શહેરી જીવનનાં ઘોંઘાટથી શાંત વિશ્વમાં લઈ જવા માટે HPA ગ્રૂપ પ્રયાસ કરી રહ્યંક છે. એક એવી દુનિયા જેમા તમે કુદરતના સાનિધ્યને માણી શકશો અને ખરેખર તમને તાજગીથી તરબતર કરી દેશે.

    HPA ગ્રૂપ પ્રકૃતિ સાથે ફરી સંવાદ સાધવા માટે પોતાના પ્રોજેક્ટના માધ્યમથી એક વાતાવરણ પુરુ પાડે છે. આ ગ્રૂપના યુવા ચહેરો અનુશ્રી પટેલના જણાવ્યા મુજબ જે લોકો કોંક્રિટના જંગલમાં રહીને વીકએન્ડમાં શાંતિની શોધ કરી રહ્યાં છે તેઓની શોધનો અંત અમે લાવીએ છીએ. તેઓને અમે ગમતુ વાતાવરણ અને કુદરતના ખોળે રમવામાં મદદરૂપ બનીએ છીએ.
    અમદાવાદના આર્કિટેક બિઝનેસના યુવા ચહેરો એવા HPA ગ્રૂપના અનુશ્રી પટેલ પોતાના પ્રોજેક્ટથી લોકોને કુદરતનું સાનિધ્ય આપી રહ્યાં છે. અનુશ્રી પટેલનો જન્મ અમદાવાદમાં જ થયો છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધુ છે. બાદમાં લંડનમાં આર્કિટેક્ચરલ એસોસિએશનમાંથી આર્કિટેક્ટ છે. ઉપરાંત સ્કોલરશીપ મેળવી જાપાનના કોબે સિટીમાં એક મહિના માટે જાપાનીઝ ગાર્ડન અંગે અભ્યાસ કર્યો છે. તેમણે હૈદરાબાદની જાણીતી સંસ્થા આઈએસબીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. એમબીએ બાદ તેમણે પોતાનો પહેલો પ્રોજેક્ટ ‘ઝેન ગાર્ડન’થી પ્રારંભ કર્યો હતો. તેની સાથે પોતાના સહકર્મી તરીકે નેહા રાજોલાને પણ સાથે જોડ્યા હતા. આ પ્રોજેક્ટ એક નવા વિચાર સાથે મુકવામાં આવ્યો હતો. શહેરની ભીડથી કંટાળી ગયેલા લોકો હવે શાંતિની શોધ કરી રહ્યાં છે. તેમના માટે એક વિકલ્પ આપવાનો પ્રયાસ કરાયો હતો. 

    અનુશ્રીએ આ પૂર્વે મંકી ફોરેસ્ટ નામનો અનોખો પ્રોજેક્ટ મુક્યો હતો. આ પ્રોજેક્ટ પણ એક લેવિશ સુવિધા સાથેનું સાનિધ્ય છે. તેમા વિશાળ અને આધુનિક લાયબ્રેરીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના સારામાં સારા એક હજારથી વધુ બૂકનું કલેકશન મુકવામાં આવશે. સ્વિમિંગ પૂલ ઉપરાંત પર્વતોની વચ્ચે કુદરતી ઝરણાં અને ધોધમાં ન્હાવાનો અહેસાસ કરતું લોકેશન પણ ઊભું કરાયું છે.

    આજના યુગની જરૂરિયાત મુજબ નેટફ્લેક્સ, ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત વર્કફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે ખાસ જગ્યા ઊભી કરાશે.કુદરતના સાનિધ્યમાં કામ કરવાનું વાતાવરણ મળી રહેશે.

    એચપીએ ગ્રૂપ દ્વારા ઝેન પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પણ કુદરતના ખોળામાં ફરી જવાની તક આપતો આધુનિક સુવિધા સાથે ઊભો કરાશે. ઝેન પ્રોજેક્ટમાં સામાન્ય લોકો પણ પોતાના સપનાનું પ્રકૃતિના ખોળામાં ઘર બનાવી શકશે.નર્મદા કેનાલની બાજુમાં એકદમ નેચરલી વાતાવરણમાં આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેમાં 350 પ્લોટ આકાર પામશે. શોપિંગ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરાશે. જેમાં ખેડૂતો, હેન્ડીક્રાફ્ટ સહિતના લોકો પ્રદર્શન અને વેચાણ કરી શકે તેવી સુવિધા આપવામાં આવશે.

    અનુશ્રી પટેલ અને તેમનું ગ્રૂપ આજની લાઈફમાં વીકએન્ડમાં શાંતિ શોધતા લોકો માટે વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તેમને આર્કિટેકને વધારે વિકસીત કરવાનો વિચાર ધરાવે છે. અત્યારે એક એવી માન્યતા પ્રવર્તી રહી છે કે આર્કિટેકના ધંધામાં પૈસા નથી. આ માન્યતાને દૂર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. તમામ લોકોને પોતાના સપનાનું ઘર, નિવાસસ્થાન તે પણ સસ્તુ અને સારૂં મળી રહે તેવા કાયમી પ્રયાસ કરી રહ્યું છે.

    ફૂલની 300થી વધુ જાતને ઓળખે છે અનુશ્રી
    અનુશ્રી પટેલ પિતાના બિઝનેસ સાથે જોડાઈને ખૂબ ખંતથી કામ કરવાની સાથે આગળ વધારી રહી છે. તેઓ એક ફ્લોરીસ્ટ પણ છે. તેમણે પોતાના શોખ માટે ફલોરેસ્ટનો કોર્સ કર્યો છે. તેઓ વિશ્વના અલગ અલગ 300થી વધુ ફૂલોની જાતને ઓળખે છે. તેમનો આ શોખ પોતાના બિઝનેસમાં પણ મદદરૂપ બને છે. કુદરતી સાનિધ્યને આપવાના પ્રયાસમાં તેમને મદદરૂપ બને છે. 

    યુવા પેઢીને સંદેશઃ ‘ખંતથી કરેલી મહેનત સફળતામાં જરૂર પરિણમે છે’
    બાંધકામ ક્ષેત્રમાં યુવા ચહેરો અનુશ્રી પટેલ આજની યુવા પેઢીને સંદેશ આપે છે કે તમે જે પસંદ કર્યું છે તે સારું હોય જ એવુ ના પણ બને. પરંતુ જો તમારુ પેશન છે અને તમે ખંતથી મહેનત કરો છો તો તેમા તમે સફળતાના શિખરે પહોંચી શકો છો. એટલે કોઈપણ ક્ષેત્ર હોય તમે સારૂ કરવાના હેતુથી આગળ વધો. સોસાયટીને કંઈક આપવા માટે કામ કરો સફળતા તમને જરૂરથી મળશે તે નક્કી છે.

    હિરેન પટેલ
    HPAના હિરેન પટેલ એક ખૂબ જાણીતા આર્કિટેક્ટ, ઇન્ટિરિયર અને લેન્ડસ્કેપ ડિઝાઇનર છે. જે પોતાના દ્વારા અદભૂત અને નવી ડિઝાઇન આપવા માટે ઓળખાણ ધરાવે છે. જેઓ આજની દોડધામભરી લાઈફમાં માણસને પ્રકૃતિ અને તેની આસપાસના વાતાવરણ સાથે ફરી જોડવાનો પ્રયાસ કરે છે.
    .
    માલવ પટેલ
    માલવ પટેલ ઐતરેયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. જ્વેલરી રિટેલિંગમાં 30 વર્ષથી વધુ અનુભવ સાથે તે ઐતરેયાનું નેતૃત્વ કરે છે. તેઓ તમામ વ્યવસાયિક પાસાઓ પર નજર રાખે છે.

    અનુશ્રી પટેલ
    અનુશ્રી પટેલ લંડનમાં આર્કિટેક્ચરલ એસોસિએશનમાંથી આર્કિટેક્ટ છે. તેના પિતાની ફર્મ HPAમાં તેઓ બિઝનેસ ડેવલપમેન્ટની દેખરેખ રાખે છે. તેણીએ AMA ખાતે જાપાનીઝ ગાર્ડન ડિઝાઇન કર્યું છે. ઉપરાંત હૈદરાબાદની જાણીતી સંસ્થા આઈએસબીમાંથી એમબીએનો અભ્યાસ ચાલુ છે.

    પાર્થ પટેલ
    પાર્થ પટેલ નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી સ્નાતક છે અને ખૂબ સારા રોકાણકાર છે. તેઓ ડેટા હેન્ડલિંગ અને લક્ઝરી આર્ટિકલ રિટેલિંગમાં પણ વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે.


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!